૧૮૯૧ની સાલમાં બનેલા પવઈ લેકની સંગ્રહક્ષમતા ૫૪૫૫ મિલ્યન લીટર છે અને એનો કૅચમેન્ટ વિસ્તાર ૬૦૦ હેક્ટરમાં ફેલાયેલો છે.
બીએમસી (ફાઈલ તસવીર)
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈના પવઈ લેકમાંથી અત્યાર સુધીમાં ૫૮૯૫ મેટ્રિક ટન વૉટર હયસિન્થ તરીકે ઓળખાતી પાણીમાં તરતી એક પ્રકારની વનસ્પતિ દૂર કરી છે. હયસિન્થ અનિચ્છનીય વનસ્પતિ છે જે પાણી પર ચાદરની જેમ ફેલાઈ જતાં જળચર પ્રાણીઓને ઑક્સિજન મળતો નથી એટલે એનાં મૃત્યુ થાય છે.BMCએ જણાવ્યું કે આ વનસ્પતિ દૂર કરવાથી આ લેકની જૈવ વિવિધતા સુરક્ષિત રહેશે અને એની કુદરતી સમૃદ્ધિમાં પણ વધારો થશે. બ્રિટિશ યુગ દરમ્યાન બાંધવામાં આવેલા અને ૫૫૭.૫૦ એકરમાં પથરાયેલા આ લેકનો કુલ ૧૨૩.૯૭ એકર વિસ્તાર વૉટર હયસિન્થ-સંક્રમિત હતો. કૉર્પોરેશને એમાંથી ૨૩ ટકા વિસ્તાર સાફ કર્યો છે. પવઈ લેકની જાળવણી કરવા માટે BMCએ ૮ માર્ચથી આ કામગીરી હાથ ધરી છે.
૧૮૯૧ની સાલમાં બનેલા પવઈ લેકની સંગ્રહક્ષમતા ૫૪૫૫ મિલ્યન લીટર છે અને એનો કૅચમેન્ટ વિસ્તાર ૬૦૦ હેક્ટરમાં ફેલાયેલો છે. હવે આ લેકનું પાણી પીવાલાયક ન હોવાથી એનો ઉપયોગ ઔદ્યોગિક વપરાશ માટે થાય છે.