બ્લડ ડોનેશનમાં ભાગ લેનાર દરેક ડોનર માટે લંચ તથા સુંદર ગિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર
સ્થળ : એસી ક્લબ હાઉસ ક્લોવર રીજન્સી, રામજી આશર લેન, ઘાટકોપર (ઈસ્ટ), સમય : સવારે ૯ વાગ્યાથી.
બોરીવલીમાં આજે ગોપાલ શેટ્ટીનું જાહેર અભિવાદન અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ
શ્રી ગુજરાતી પરિવાર ફાઉન્ડેશન દ્વારા બોરીવલીમાં આજે સાંજે શ્રી વ્રજકુમારજી મહારાજના સાંનિધ્યમાં સંસદ ભવનમાં દેશની દરેક સ્કૂલમાં શ્રીમદ ભગવદ્ગીતાનો અભ્યાસ કરાવવામાં આવે એવી માગણી કરવા બદલ ઉત્તર મુંબઈના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીના જાહેર અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સુનીલ સોની ગ્રુપ દ્વારા ભક્તિ સંગીત અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગવત કથાકાર ભૂપેન્દ્ર પંડ્યા તેમ જ વિધાન સભ્ય યોગેશ સાગર અને સુનીલ રાણે પણ હાજર રહેશે. સ્થળ : વીર સાવરકર ગાર્ડન, બોરીવલી-વેસ્ટ. સમય : સાંજે પાંચ વાગ્યે.