શહેર બીજેપીના પ્રમુખ આશિષ શેલારે કહ્યું કે હોટેલને લીધે બાંદરાના રહેણાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાશે

સલમાન ખાન
બાંદરા-વેસ્ટના કાર્ટર રોડ પર લક્ઝરી હોટેલ બનાવવાની સલમાન ખાનની યોજના સામે વિરોધ શરૂ થયો છે. સ્થાનિક વિધાનસભ્ય અને બીજેપીના શહેર પ્રમુખ આશિષ શેલારે કહ્યું હતું કે આ વિસ્તારની શાંતિ અને પ્રાઇવસીનો ભંગ કરનાર કોઈ પણ પ્રોજેક્ટને તે સમર્થન નહીં આપે. પ્રસ્તાવિત પ્રોજેક્ટને એમવીએ સરકારે મંજૂરી આપી હતી. આ હોટેલ બાંદરા-વરલી સી-લિન્ક પાસે બનશે. સલમાન ખાને કેટલાંક વર્ષ પહેલાં સ્ટારલેટ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી નામનું બિલ્ડિંગને ખરીદ્યું હતું. અગાઉ ત્યાં રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ બનવાનો હતો, પરંતુ ત્યાર બાદ સુધરાઈએ ત્યાં હોટેલ બનાવવાની મંજૂરી આપી હતી. રહેણાક વિસ્તારમાં કઈ રીતે હોટેલની મંજૂરી આપવામાં આવી એ મામલે સ્થાનિક લોકોને પણ આશ્ચર્ય થયું હતું, કારણ કે હોટેલને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા થશે.