Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પોલીસે દાટેલા પચીસ લાખના ગુટકા ચોરવા JCB લઈને પહોંચ્યા

ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પોલીસે દાટેલા પચીસ લાખના ગુટકા ચોરવા JCB લઈને પહોંચ્યા

Published : 13 April, 2026 07:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માફિયાઓએ ગુટકાના કોથળા કાઢી ટેમ્પોમાં ભર્યા, પણ સ્થાનિક લોકોએ ફરિયાદ કરતાં તેઓ નાસી ગયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થોડા દિવસ પહેલાં પોલીસે ભિવંડીમાં કૉર્પોરેશનના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ૨૫ ફુટ ઊંડા ખાડામાં જપ્ત કરેલો ગુટકાનો જથ્થો દાટી દીધો હતો. પચીસ લાખ રૂપિયાની કિંમતનો ગુટકાનો જથ્થો કાઢવા માટે ગુટકા-માફિયાઓ રાતના અંધરામાં JCB લઈને પહોંચી ગયા હતા. જોકે સ્થાનિક લોકોની હિંમત અને સતર્કતાને કારણે માફિયાઓ ગુટકા ભરેલો ટેમ્પો છોડીને ફરાર થઈ ગયા હતા.

ભિવંડી ક્રાઇમ બ્રાન્ચે સોનાલે વિસ્તારમાંથી પચીસ લાખ રૂપિયાનો પ્રતિબંધિત ગુટકાનો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઑથોરિટી (FDA)ના અધિકારીઓની હાજરીમાં શુક્રવારે આ જથ્થાને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પચીસ ફુટ ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યો હતો, પરંતુ મોડી રાતે ગુટકા-માફિયાઓએ JCBની મદદ વડે આ ખાડો ફરી ખોદી કાઢીને ગુટકાનો જથ્થો બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ થોડો જથ્થો ટેમ્પોમાં ભરી ચૂક્યા હતા, પણ ત્યારે જ સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવવાની ભીતિએ આરોપીઓ માલ મૂકીને નાસી છૂટ્યા હતા.



કોર્ટના આદેશ મુજબ જપ્ત કરાયેલા ગુટકા સંપૂર્ણપણે નષ્ટ ન થાય ત્યાં સુધી એના પર નજર રાખવી અનિવાર્ય છે છતાં રાતે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં JCB કઈ રીતે પહોંચ્યું એ વિશે અનેક સવાલ ઊઠી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK