ભિવંડીના ફાતિમાનગરના ભુસાવળ કમ્પાઉન્ડમાં રવિવારે સાંજે ૬ વાગ્યે પાવરલૂમની એક ફૅક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. નસીબજોગે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થવાના પણ અહેવાલ નથી.
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીના ફાતિમાનગરના ભુસાવળ કમ્પાઉન્ડમાં રવિવારે સાંજે ૬ વાગ્યે પાવરલૂમની એક ફૅક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. નસીબજોગે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થવાના પણ અહેવાલ નથી. આ આગમાં મશીનરી, યાર્ન અને કપડાંનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયાં હતાં. આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર એન્જિન ધસી આવ્યાં હતાં. સાડાચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એની જાણ થઈ શકી નહોતી.

