Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આકાશમાંથી ઊતર્યા અમેરિકન અને NSGના કમાન્ડો

આકાશમાંથી ઊતર્યા અમેરિકન અને NSGના કમાન્ડો

Published : 07 August, 2026 07:45 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાયર ડિપાર્ટમેન્ટ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, અૅમ્બ્યુલન્સ સર્વિસ વગેરે બધાએ જ આ મૉક-ડ્રિલમાં ભાગ લીધો હતો.

ગઈ કાલે પુણેના હિંજવડીમાં આવેલા ઇન્ફોસિસના કૅમ્પસમાં યોજાયેલી મૉક ડ્રિલ.

ગઈ કાલે પુણેના હિંજવડીમાં આવેલા ઇન્ફોસિસના કૅમ્પસમાં યોજાયેલી મૉક ડ્રિલ.


પુણેના હિંજવડી ઇન્ફોસિસના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) પાર્કમાં અમેરિકન આર્મીના કમાન્ડો ઉપરાંત નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ (NSG), મહારાષ્ટ્ર અૅન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS), પુણે પોલીસ, પિંપરી-ચિંચવડ પોલીસના જવાનો દ્વારા સંયુક્ત રીતે અૅન્ટિ-ટેરર મૉક-ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આતંકવાદી હુમલા વખતે સિક્યૉરિટી અને ઇમર્જન્સી એજન્સીઓ કેટલા સમયમાં પ્રતિસાદ આપે છે અને તેમની કેવી તૈયારી છે અે જોવા માટે આ મૉક-ડ્રિલ યોજવામાં આવી હતી. જોકે હેલિકૉપ્ટરમાંથી ઊતરતા કમાન્ડો અને સુરક્ષા-એજન્સીનાં વાહનોની તાબડતોડ અવરજવર જોઈને સ્થાનિકોમાં થોડો ગભરાટ જોવા મળ્યો હતો, જેના કારણે કોઈ પણ ખોટી માહિતી ન પ્રસરે એ માટે પ્રશાસન દ્વારા આ મૉક-ડ્રિલ હોવાની જાહેરાત કરીને નાગરિકોને ગભરાવાની કોઈ જરૂર ન હોવાની સૂચના આપવામાં આવી હતી. કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવાનું પણ પ્રશાસને સોશ્યલ મીડિયા દ્વારા લોકોને જણાવ્યું હતું. કાઉન્ટર-ટેરર ઑપરેશન, હૉસ્ટેજ રેસ્ક્યુ તથા સુરક્ષાને લગતી અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કઈ રીતે અેનો પ્રતિસાદ આપી શકાય એ માટે આ મૉક-ડ્રિલ યોજવામાં આવી હતી. 
ફાયર ડિપાર્ટમેન્ટ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, અૅમ્બ્યુલન્સ સર્વિસ વગેરે બધાએ જ આ મૉક-ડ્રિલમાં ભાગ લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 07:45 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK