વૃદ્ધાશ્રમના સંચાલક આનંદ કુમારના જણાવ્યા અનુસાર, શિવચરણ ગુપ્તાની પુત્રીઓ - અનિતા, નિશા અને પ્રિયાને પિતાના મૃત્યુના લગભગ 20 દિવસ પહેલા તેમની બગડતી તબિયત વિશે જાણ કરવામાં આવી હતી. આમ છતાં, ત્રણેય દીકરીઓમાંથી કોઈ તેમને મળવા આવી નહીં.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ (તસવીર: મિડ-ડે)
હરિયાણાના સોનીપતમાં એક વૃદ્ધ વ્યક્તિના મૃત્યુ અને અંતિમ સંસ્કારનો એક કિસ્સો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોનીપત વૃદ્ધાશ્રમમાં રહેતા કાપડના વેપારી શિવચરણ રતન ગુપ્તાનું બીમારીને કારણે અવસાન થયું, જોકે તેમની ત્રણ પુત્રીઓમાંથી કોઈએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી ન હતી; તેના બદલે, તેઓએ વીડિયો કૉલ દ્વારા કરી સંપૂર્ણ વિધિ જોઈ. વૃદ્ધાશ્રમના સંચાલક, સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓની મદદથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, શિવચરણ ગુપ્તા મૂળ મહારાષ્ટ્રના હતા. તેઓ લગભગ દોઢ વર્ષ પહેલા તેમની પત્ની મીના ગુપ્તા સાથે સોનીપત વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા હતા. તેમની પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું. તેમને કોઈ પુત્ર નહોતા પરંતુ તેમણે તેમની ત્રણ દીકરીઓને શિક્ષણ આપ્યું હતું અને તેમને સ્વતંત્ર બનવામાં મદદ કરી હતી; તેમાંથી બે શિક્ષિકા બની હતી.
બીમાર હોવાના સમાચાર છતાં પુત્રીઓ આવી ન હતી
ADVERTISEMENT
વૃદ્ધાશ્રમના સંચાલક આનંદ કુમારના જણાવ્યા અનુસાર, શિવચરણ ગુપ્તાની પુત્રીઓ - અનિતા, નિશા અને પ્રિયાને પિતાના મૃત્યુના લગભગ 20 દિવસ પહેલા તેમની બગડતી તબિયત વિશે જાણ કરવામાં આવી હતી. આમ છતાં, ત્રણેય દીકરીઓમાંથી કોઈ તેમને મળવા આવી નહીં. આનંદ કુમારે ઉલ્લેખ કર્યો કે શિવચરણ ગુપ્તા તેમની દીકરીઓ સાથે વાત કરવા માટે ફોન રાખતા હતા. જોકે, તેમની બીમારી વધુ ખરાબ થયા પછી દીકરીઓના ફોન આવવાનું બંધ થઈ ગયું. આનંદે કહ્યું, "મોડી રાત્રે તેમનું અવસાન થયું પછી પણ, અમે જો તેઓ આવતા હોય તો તેમના શરીરને સાચવવાનું કહ્યું હતું, પરંતુ તેઓએ ટાઈમ ન હોવાના બહાના બનાવ્યા." શિવચરણ ગુપ્તાની મોટી દીકરી અનિતા નેપાળમાં રહે છે અને શિક્ષિકા તરીકે કામ કરે છે. વચલી દીકરી નિશા ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રહે છે, જ્યારે સૌથી નાની પ્રિયા મુંબઈમાં રહે છે. ત્રણેયમાંથી કોઈએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી ન હતી.
View this post on Instagram
રૂ. 5,100 મોકલ્યા; રાખ વિસર્જન કરવા કહ્યું
પુત્રીઓએ અંતિમ સંસ્કારના ખર્ચ માટે ₹5,100 ઓનલાઈન મોકલ્યા અને વિધિનો વીડિયો રેકોર્ડ કરી મોકલવા વિનંતી કરી. તેઓએ વીડિયો કૉલ દ્વારા અંતિમ સંસ્કાર જોયા હતા. શરૂઆતમાં, દીકરીઓએ રાખને સાચવવાની માગણી કરી હતી, પરંતુ પછીથી કહ્યું કે તેમની પાસે સમય નથી. પરિણામે, તેઓએ વૃદ્ધાશ્રમના સંચાલકને ગંગામાં રાખ વિસર્જન કરવા કહ્યું. વૃદ્ધાશ્રમમાં શિવચરણ ગુપ્તાને જાણતા લોકોના મતે, તેમને તેમની પુત્રીઓની સફળતા પર ગર્વ હતો. એવું પણ કહેવાય છે કે તેમણે એક પિતા તરીકેની પોતાની જવાબદારીઓ નિભાવવાની વાત પણ કરી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા અને સ્થાનિક રહેવાસીઓમાં ચર્ચા જગાવી છે. ઘણા લોકોએ વૃદ્ધોને થતી એકલતા અને કૌટુંબિક સંબંધોના બદલાતા સ્વભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અત્યાર સુધી, પુત્રીઓ તરફથી આ બાબતે કોઈ જાહેર નિવેદન આવ્યું નથી.
