° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


તલાસરીમાં થયેલા વધુ એક અકસ્માતમાં સિલવાસાના બે ગુજરાતીનાં થયાં મોત

22 September, 2022 09:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધ્વનિત પટેલ અને હિતેન્દ્ર રાઠોડના મૃતદેહ તલાસરીની ગ્રામીણ હૉસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાં તેમનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું

તલાસરીમાં અકસ્માત

તલાસરીમાં અકસ્માત

નૅશનલ હાઇવે નંબર ૪૮ પર મુંબઈથી અમદાવાદ વચ્ચે મંગળવારે બપોરે થયેલા એક ગોઝારા અકસ્માતમાં સિલવાસાના બાવન વર્ષના ધ્વનિત પટેલ અને બાવન વર્ષના હિતેન્દ્ર રાઠોડનાં કરુણ મોત થયાં હતાં.

તલાસરી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર ધ્વનિત પટેલ અને હિતેન્દ્ર રાઠોડ મુંબઈથી સિલવાસા જઈ રહ્યા હતા ત્યારે બપોરે ૧.૪૫ વાગ્યે આમગાવ બ્રિજ પર આ અકસ્માત થયો હતો. સ્ટિયરિંગ વ્હીલ પરથી કન્ટ્રોલ છૂટી જતાં તેમની મારુતિ સુઝુકી અર્ટિગા ડિવાઇડર ક્રૉસ કરીને સામેની તરફ ચાલી ગઈ હતી. એ વખતે સામેથી આવી રહેલા ટેમ્પો સાથે એ જોશથી અથડાતાં અર્ટિગાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. સામેના ટેમ્પોના ડ્રાઇવર ભુવનેશ્વર જાધવને પણ આ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી. ધ્વનિત પટેલ અને હિતેન્દ્ર રાઠોડના મૃતદેહ તલાસરીની ગ્રામીણ હૉસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાં તેમનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.   

22 September, 2022 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સાયરસ મિસ્ત્રીના રોડ-અકસ્માતની ઇફેક્ટ : હાઇવે રિપેર કરતી કંપની સામે ગુનો નોંધાયો

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર છેલ્લાં પાંચ વર્ષમાં ૫૧૧ લોકોએ જીવ ગુમાવ્યા

22 September, 2022 09:35 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

સાયરસ મિસ્ત્રીના ઍક્સિડન્ટ માટે હાઇવે તંત્ર છે જવાબદાર

પાંચમી સપ્ટેમ્બરની ઘટનાના પોલીસના રિપોર્ટમાં રસ્તો સાંકડો થઈ રહ્યો હોવાનાં સાઇન બોર્ડ ન મૂક્યાં હોવાનું જણાયું

22 September, 2022 09:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

લાઇટ ઑફ, ઍક્સિડન્ટ ઑન : દોષીઓની સામે ઍક્શન ક્યારે?

મુંબઈ-અમદાવાદ હાઇવે પર આવેલા અનેક પુલ પરની લાઇટ્સ કૉન્ટ્રૅક્ટરો ફક્ત ઇલેક્ટ્રિક બિલના પૈસા બચાવવા માટે બંધ કરતા હોવાના અહેવાલ બાદ તેમની સામે ક્રિમિનલ કાર્યવાહીની જોરદાર માગણી ઊઠી

19 September, 2022 08:40 IST | Mumbai | Rajendra B Aklekar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK