Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજના યુવાવર્ગને અકાળ નષ્ટ કરતી ઑનલાઇન બેટિંગ ઍપ્સ પર પ્રતિબંધ મૂકો

આજના યુવાવર્ગને અકાળ નષ્ટ કરતી ઑનલાઇન બેટિંગ ઍપ્સ પર પ્રતિબંધ મૂકો

14 April, 2024 10:11 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઑનલાઇન સટ્ટાબાજી શીખવતી અને રમાડતી ઍપ્સ અત્યારના યુગમાં યુવાવર્ગ માટે અને તેમના પરિવાર માટે ખૂબ જ ચિંતાજનક છે,

આનંદ ગડા

મારા વોટના બદલામાં મને શું જોઈએ છે?

આનંદ ગડા


ઑનલાઇન સટ્ટાબાજી શીખવતી અને રમાડતી ઍપ્સ અત્યારના યુગમાં યુવાવર્ગ માટે અને તેમના પરિવાર માટે ખૂબ જ ચિંતાજનક છે, આ સમસ્યાને સમજવાનો અને એનું સમાધાન કરવાનો ક્યારેય કોઈએ પ્રયાસ કર્યો નથી, આવી બધી જ ઍપ્સ પર તાત્કાલિક સરકારે પ્રતિબંધ મૂકીને આજના યુવાનોને બચાવવાની જરૂર છે એમ જણાવતાં ડોમ્બિવલીના રહેવાસી અને ભિવંડીના એક પેટ્રોલ-પમ્પના સુપરવાઇઝર ૪૫ વર્ષના આનંદ ગડા ‘મિડ-ડે’ને કહે છે, ‘આજના યુવાવર્ગને તારીએ એમાં જ દેશના વિકાસની મહત્તા રહેલી છે. સટ્ટાબાજીની ઍપ્સને કારણે આપણા દેશની યુવા પેઢી કંઈ પણ કર્યા વિના સરળતાથી પૈસા મેળવવા માટે વ્યસની બની રહી છે. યુવાનો તેમના ભવિષ્યનો વિચાર કર્યા વગર તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અધોગતિ તરફ વળી રહ્યા છે. બાળકો મોબાઇલમાં શું કરે છે એ વાલીઓએ જોતા રહેવું જોઈએ અને જાણવું જોઈએ. આપણા દેશની મોટી હસ્તીઓ ટીવીની ઍડમાં અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આવીને આવી ઍપ્સની કે એ પ્રકારની જાહેરાતો કરી રહી છે એના પર સરકારે વહેલી તકે પ્રતિબંધ મૂકવો જોઈએ. અત્યારના વિકાસની આ સૌથી કાળી બાજુ છે. આવી ઍપ્સ આપણા યુવાનો માટે આપત્તિજનક, માનસિક અને આડપરિણામો લાવી શકે છે. એનાથી ઝડપી વૈભવી જીવન જીવવાનાં સપનાં જોતા યુવાનોમાં આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. આજનો યુવાવર્ગ અકાળ નષ્ટ થઈ જશે તો દેશનો વિકાસ કેમ થશે?’ - રોહિત પરીખ

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

14 April, 2024 10:11 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK