આ પત્રમાં મરાઠવાડામાં પૂરને લીધે થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે વિશેષ મદદ માગી હતી.
અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
ગઈ કાલે સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મુંબઈ આવ્યા હતા. એ દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને નિવેદનપત્ર આપ્યું હતું. આ પત્રમાં મરાઠવાડામાં પૂરને લીધે થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે વિશેષ મદદ માગી હતી.
મહારાષ્ટ્રભરમાં જળપ્રકોપને લીધે ૮૩ લાખ એકર જમીન પરનો પાક તબાહ- નુકસાન પામેલી ઇંચેઇંચ જમીનની તપાસ કરાવીને પૂરી મદદ આપીશું એવી સરકારની ખાતરી
ADVERTISEMENT
રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને લીધે ૮૩.૭૭ લાખ એકર જમીનનો પાક ધોવાઈ ગયો છે એવું રાજ્યના એક ઉચ્ચ અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું. મુખ્યત્વે મરાઠવાડાના બીડ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, ધારાશિવ, જાલના અને અન્ય જિલ્લાઓમાં પૂરની વધારે અસર થઈ છે. સોલાપુર જિલ્લો પણ વરસાદને લીધે ભારે પ્રભાવિત થયો છે. સોયાબીન, કપાસ, જુવાર અને હળદરનો ઊભો પાક બીડ, ધારાશિવ, સોલાપુર, નાંદેડ, યવતમાળ, બુલડાણા અને હિંગાલી જિલ્લામાં આવેલા ભારે વરસાદના પૂરમાં ધોવાઈ ગયો હતો. ખેડૂતો સાથે વાત કરતાં રાજ્યના ઍગ્રિકલ્ચર મિનિસ્ટર દત્તાત્રેય ભારણેએ કહ્યું હતું કે ‘જો તપાસ અધિકારીએ ખેડૂતની એક પણ ગૂંઠા જમીનની તપાસ ન કરી તો તેને એ માટે જવાબદાર ગણવામાં આવશે. ખેડૂતો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક પણ ખેડૂત મદદથી વંચિત ન રહી જાય એનું ધ્યાન પ્રશાસન રાખી રહ્યું છે.’


