ફરિયાદી યુવતીએ વાંધો ન ઉઠાવ્યો, ૪ દિવસ માટે જેલમાંથી મુક્તિ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ કોર્ટે બળાત્કારના આરોપ હેઠળ જેલમાં બંધ ૧૮ વર્ષના એક ટીનેજરને ૨૧ જૂને યોજાનારી નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની રીએક્ઝામમાં બેસવા માટે ૪ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
સ્પેશ્યલ જજ એસ. આર. શર્માએ ગુરુવારે નવી મુંબઈની તળોજા સેન્ટ્રલ પ્રિઝનમાં કેદ આ આરોપીને રાહત આપી હતી. ફરિયાદી યુવતીએ જામીન સામે નો-ઑબ્જેક્શન આપતાં શરત મૂકી હતી કે જામીન દરમ્યાન આરોપી તેના પરિવારને બદનામ નહીં કરે અથવા કોઈ ધમકી આપશે નહીં. અદાલતે ૧૮ જૂનથી ૨૧ જૂન સુધીના આ વચગાળાના જામીન ૫૦,૦૦૦ રૂપિયાના બૉન્ડ અને એટલી જ રકમની જામીનગીરી પર મંજૂર કર્યા છે.
ADVERTISEMENT
કોર્ટે તેને એન્ટ્રન્સ ટેસ્ટ પૂરી થયાના બીજા દિવસે એટલે કે બાવીસમી જૂને બપોરે બે વાગ્યા પહેલાં જેલ ઑથોરિટી સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.
