ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આવા વધુ હુમલા ન થાય એ માટે પૅટ્રોલિંગ વધારી દીધું છે અને ગ્રામવાસીઓને અલર્ટ રહેવા કહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
ચંદ્રપુર જિલ્લાના બ્રહ્મપુરી તાલુકામાં એક ગામમાં વાઘને લીધે ફફડાટ ફેલાયો હતો. ગામમાં રહેતા ૫૫ વર્ષના ભાસ્કર પર રવિવારે વાઘે હુમલો કર્યો હતો અને તેને ફાડી ખાધો હતો. ભાસ્કર જંગલમાં ખજૂરીનાં પાન વીણવા ગયો હતો ત્યારે વાઘે તેના પર હુમલો કર્યો હતો. સોમવારે સવારે ગામની નજીકના એક ખેતર પાસે ભાસ્કરનો મૃતદેહ મળી આવ્યો હતો જે પોલીસે પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો. ફૉરેસ્ટ કર્મચારીઓને જાણ કરવામાં આવતાં તેમણે વાઘને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. વાઘને પકડવા માટે પાંચ લાઇવ કૅમેરા સાથેનાં છટકાં ગોઠવવામાં આવ્યાં છે. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આવા વધુ હુમલા ન થાય એ માટે પૅટ્રોલિંગ વધારી દીધું છે અને ગ્રામવાસીઓને અલર્ટ રહેવા કહ્યું છે.


