આગ આસપાસમાં પણ ફેલાઈ હતી. જોકે આગ લાગવાનું કારણ જાણી નહોતું શકાયું.
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લાના તારાપુરમાં આવેલા મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) ખાતેની વિરાજ પ્રોફાઇલ નામની કેમિકલ કંપનીમાં ગઈ કાલે રાતે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની જાણ કરાતાં ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવાની શરૂઆત કરી હતી. આગ એટલી ભયંકર હતી કે દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. આગ આસપાસમાં પણ ફેલાઈ હતી. જોકે આગ લાગવાનું કારણ જાણી નહોતું શકાયું.


