મુંબઈની એક સ્કૂલની બહાર સગીર છોકરાઓ દ્વારા છોકરીઓની કરવામાં આવતી સતામણીથી ચિંતિત બનેલા એક વાલીએ ઉતારેલા વિડિયોમાં એક છોકરો આવું કહેતો સંભળાય છે: ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ એફઆઇઆર નોંધવાની મંજૂરી ન આપતાં પેરન્ટ્સ અદાલતને શરણે
પેરન્ટસની લાલ આંખ છતાં મવાલીઓને કોઈ જ અસર નથી
સ્કૂલની બહાર સગીર વયના છોકરાઓ દ્વારા છોકરીઓની કરવામાં આવતી સતામણી અંગે ચિંતિત બનેલા વાલીઓએ બૉમ્બે હાઈ કોર્ટનો સહારો લીધો છે. એફઆઇઆર નોંધવા માટે કાયદાની મર્યાદા હોવાથી સ્કૂલની બહાર કૉન્સ્ટેબલ ગોઠવવાની છોકરીઓના વાલીઓએ અરજ ગુજારી હતી.




