Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોમ્બિવલીમાં બે વર્ષની પુત્રીની હત્યા કરીને માતાએ જીવન ટૂંકાવ્યું

ડોમ્બિવલીમાં બે વર્ષની પુત્રીની હત્યા કરીને માતાએ જીવન ટૂંકાવ્યું

Published : 24 September, 2024 10:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે મા-દીકરીના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)


ડોમ્બિવલીમાં આવેલા રુણવાલ માય સિટી હાઈ પ્રોફાઇલ કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે બે વર્ષની એક બાળકીનું ગળું દબાવીને ૨૯ વર્ષની માતા પૂજા રાહુલ સપકાળે પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કોઈકે માનપાડા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મા-દીકરીના મૃતદેહ તાબામાં લીધા હતા અને પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી આપ્યા હતા. માનપાડા પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ ફ્લૅટના હૉલમાં બે વર્ષની બાળકીનો તો એ જ હૉલના પંખા સાથે મૃત્યુ પામેલી પૂજા સપકાળનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. પૂજાએ આ પગલું કેમ ભર્યું, તેના પરિવારમાં કોઈ બાબતે ઝઘડો હતો કે તેના પતિથી તે પરેશાન હતી કે શું એ જાણવા પોલીસે મા-દીકરીના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2024 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK