Fire at Dombivli MIDC: આગ લાગી ત્યાં છ જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. આગ લાગતા જ તેઓ બહાર આવી જતાં મોટી હોનારત થતાં અટકાઈ ગઈ હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થાણે જિલ્લાના ડોમ્બિવલી ખાતે આવેલી એમઆઇડીસી ફેક્ટરીમાં (Fire at Dombivli MIDC) ફરી એક વખત આગ લાગી હોવાની ઘટના બની છે. આગને લીધે ફેક્ટરીના કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો. આ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ડખાઈ થઈ ગઈ છે. MIDCના ફેઝ-2માં મોટો વિસ્ફોટ થયો થયા બાદ ફેક્ટરીમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. આ આગ MIDCની ન્યૂ એગ્રો કેમિકલ કંપનીમાં લાગી હતી. આ કંપનીમાં ટેક્સટાઈલ પ્રિન્ટીંગમાં વાપરવામાં આવતા કેમિકલ્સ બનાવવામાં આવે છે.
રવિવારે બપોરે આગ લાગ્યા બાદ થોડા સમયમાં જ આગ વધારે ફેલાઈ ગાઈ હતી. મળેલી માહિતી મુજબ જે જગ્યાએ આગ લાગી ત્યાં છ જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. આગ લાગતા જ તેઓ બહાર આવી જતાં વધુ એક મોટી હોનારત (Fire at Dombivli MIDC) થતાં અટકાઈ ગઈ હતી. આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પણ ફેક્ટરીને મોટું નુકસાન થયું છે. આ આગ લાગવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે. જેમાં દૂરથી જ આગ દેખાઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ ડોમ્બિવલીના એમઆઇડીસી ખાતે આવેલી ફેક્ટરીમાં બે આગ લાગવાની ઘટના બની હતી. ગયા મહિનાની આ ઘટનામાં એમઆઈડીસીમાં આવેલી ઇન્ડો-એમીન્સ કંપનીમાં (Fire at Dombivli MIDC) આગ ફાટી નીકળ્યા બાદ નજીકની અભિનવ શાળાના વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ આગ એટલી ભયાનક હતી કે આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. નજીકના વિસ્તારમાં ફેક્ટરીના કર્મચારીઓને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ જ લગભગ 15 દિવસ પહેલા ડોમ્બિવલીમાં મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 20 મજૂરો માર્યા ગયા હતા.
DOMBIVALI | डोंबिवली एमआयडीसीत पुन्हा आग, साईबाबा मंदिरच्या समोरची कंपनी सोनार पाडा, मानपाड़ा रोड. pic.twitter.com/2SoegXIYCO
— ℝ?? ???? (@Rajmajiofficial) July 7, 2024
ડોમ્બિવલીમાં ૨૩ મેએ પણ અમુદાન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ (Fire at Dombivli MIDC) કંપનીમાં લાગેલી આગમાં ૧૩ લોકોનાં મોત થયાં હતાં અને ૭૮ લોકો ઘાયલ થયા હતા એ ઘટનાની કળ હજી વળી નહોતી ત્યાં 12 જૂને પણ અમુદાન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ ફૅક્ટરીથી ૩૦૦ જ મીટર દૂર આવેલી ઇન્ડો અમાઇન્સ કંપનીમાં બે બ્લાસ્ટ થયા હતા અને આગ ફાટી નીકળી હતી. આ બ્લાસ્ટનો અવાજ પણ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને ત્યાર બાદ ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા માંડતાં આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. એ કંપનીની બાજુમાં જ અભિનવ હાઈ સ્કૂલ આવેલી છે. સ્કૂલ શરૂ થઈ ગઈ હોવાથી લોકોને તેમનાં બાળકોની ચિંતા સતાવી રહી હતી. જોકે આગમાં સ્કૂલનાં બાળકોને કંઈ જ નુકસાન થયું નહોતું. જો કે સ્કૂલની ત્રણ બસને આ બ્લાસ્ટ અને આગમાં નુકસાન થયું હતું.

