મલય મહેતાના પિતા પ્રદીપ મહેતાના અવસાન બાદ મલય મહેતાએ કંપનીનો હવાલો સંભાળ્યો હતો.
ડોમ્બિવલીની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો.
ડોમ્બિવલીના MIDCમાં ફેઝ-ટૂમાં આવેલી અનુદાન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ૨૩ મેએ રીઍક્ટર બ્લાસ્ટની ઘટનામાં અરેસ્ટ કરવામાં આવેલાં ડિરેક્ટર મલય મહેતા અને તેમનાં કો-ડિરેક્ટર પત્ની સ્નેહા મહેતાને જામીન મળ્યા છે. આ વિશે વધુ માહિતી આપતાં ઉલ્હાસનગર ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક કોલીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરોપીઓ દ્વારા થાણેની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટે બન્નેને શુક્રવારે જામીન પર મુક્ત કર્યાં છે, પરંતુ અમે જામીન રદ કરાવવા હાઈ કોર્ટમાં જવાના છીએ.’
ઉલ્લેખનીય છે કે આ કેસમાં પહેલાં પોલીસે ઉતાવળમાં મલય મહેતાનાં ૭૦ વર્ષનાં મમ્મી માલતી મહેતાની નાશિકથી અટક કર્યા પછી આ કેસમાં તેમનો સીધો કોઈ સંબધ ન જણાતાં તેમને મુક્ત કર્યાં હતાં. મલય મહેતાના પિતા પ્રદીપ મહેતાના અવસાન બાદ મલય મહેતાએ કંપનીનો હવાલો સંભાળ્યો હતો.

