થાણેમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર, ATMના સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં એટીએમના સિક્યૉરિટી ગાર્ડે ડે-કૅર સેન્ટરમાં આવતી ચાર વર્ષની બાળકી પર કથિત રીતે બળાત્કાર કર્યો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. રવિવારે બાળકીની મમ્મી તેને યશોધનનગર વિસ્તારમાં આવેલા ડે-કૅર સેન્ટરમાં મૂકી ગયા બાદ નજીકના એટીએમમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતાં ૪૨ વર્ષના આરોપી દશરથ કાંબળેએ બાળકીને કાંઈક શીખવવાને બહાને પોતાની પાસે બોલાવી એકાંત સ્થળ પર લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો હોવાનું પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું.
બાળકી ઘરે પહોંચતાં તેની મમ્મીએ તેના વર્તનમાં ફરક નોંધી પૂછપરછ કરતાં બાળકીએ તેની મમ્મીને તમામ વાતની જાણ કરી હતી. બાળકીની મમ્મીએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સોમવારે આરોપીની ધરપકડ કરી હતી.