Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ મહિના સુધી ૯ વર્ષની બાળકી પર હેવાને આચર્યું દુષ્કર્મ, બાંદરાથી ઝડપાયો આરોપી

ત્રણ મહિના સુધી ૯ વર્ષની બાળકી પર હેવાને આચર્યું દુષ્કર્મ, બાંદરાથી ઝડપાયો આરોપી

20 December, 2022 10:22 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નિર્મલ નગર પોલીસ સ્ટેશનની હદમાં સંજીવની નગરમાં રહેતી નવ વર્ષની સગીર બાળકી પર બળાત્કારની ચોંકાવનારી ઘટના સામે આવી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં યુવતી સાથે છેડતી અને બળાત્કારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. મુંબઈના પૂર્વ બાંદરાના સંજીવની નગર વિસ્તારમાં એક સગીર બાળકી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર 40 વર્ષના હત્યારાની પોલીસે અટકાયત કરી છે. સ્થાનિક નાગરિકોએ આ આરોપીને પકડીને નિર્મલ નગર પોલીસને હવાલે કર્યો છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ બાળક પર અત્યાચાર કરનારની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મુનાવર મલિક (40 વર્ષ) તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નિર્મલ નગર પોલીસ સ્ટેશનની હદમાં સંજીવની નગરમાં રહેતી નવ વર્ષની સગીર બાળકી પર બળાત્કારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી મુનાવર મલિક છેલ્લા ત્રણ મહિનાથી સગીરનું વારંવાર યૌન શોષણ કરતો હતો. આ અંગે વિસ્તારના નાગરિકોને જાણ થતાં જ લોકોએ આ જઘન્ય કૃત્ય કરનાર મુનાવરને પકડીને સોમવારે પોલીસને હવાલે કર્યો હતો. આ પછી પોલીસે આરોપી મુનાવર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો કેસ નોંધ્યો છે. હાલ આરોપી નિર્મલનગર પોલીસના કબજામાં છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



પોલીસના જણાવ્યા અનુસાર પીડિત બાળકી અને આરોપી એક જ વિસ્તારમાં રહેતાં હતાં. તે મુંબઈમાં બાંદર ઈસ્ટના સંજીવની નગર વિસ્તારમાં રહેતા હતા. તે જ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને માહિતી મળી હતી કે 40 વર્ષીય મુનાવર મલિકે 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. નાગરિકોએ મુનાવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો અને 9 વર્ષની બાળકીને તેના ચુંગાલમાંથી છોડાવી હતી. મુનાવર છેલ્લા ત્રણ મહિનાથી બાળકી પર દુષ્કર્મ કરતો હતો.


આ પણ વાંચો: રેકૉર્ડ પર આગમાં ઘાયલ ન હોવા છતાં થયું મૃત્યુ

પાલઘરમાં ૧૬ વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર


તાજેતરમાં જ પાલઘરમાં પણ એક હ્રદયદ્રાવક ગુનો બન્યો હતો. પાલઘર જિલ્લામાં ૧૬ વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં આઠ યંગસ્ટર્સની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર સગીર છોકરીને આઠ આરોપીમાંથી એક સગીર વ્યક્તિએ લલચાવી હતી. આરોપીઓ સગીરાને શુક્રવારે સાંજે દરિયાકિનારે આવેલા ગામમાં એક બંગલામાં લઈ ગયા હતા તથા મઘરાત બાદ બે વાગ્યા સુધી તેના પર બળાત્કાર કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2022 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK