Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોરના હાથે ચડ્યાં ગુજરાતી CAનાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ, પિન બદલાવીને માર્યો ૬.૭૨ લાખ રૂપિયાનો ફટકો

ચોરના હાથે ચડ્યાં ગુજરાતી CAનાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ, પિન બદલાવીને માર્યો ૬.૭૨ લાખ રૂપિયાનો ફટકો

03 April, 2024 07:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોબાઇલ અને પર્સ ગ્રાઉન્ડ પરના ટેન્ટમાં એક બૅગમાં મૂકીને ક્રિકેટ રમવા જતા રહેવાનું ભારે પડ્યું બોરીવલીના વિવેક દવેને

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બોરીવલીમાં રહેતા ૨૮ વર્ષના ચાર્ટર્ડ-અકાઉન્ટન્ટ વિવેક દવે રવિવારે કંપની તરફથી આયોજિત ક્રિકેટ-મૅચ રમવા ક્રૉસ મેદાન પર ગયા હતા. ક્રિકેટ રમતી વખતે પોતાનો મોબાઇલ અને પર્સ બૅગમાં રાખી એ બૅગ ગ્રાઉન્ડ પરના ટેન્ટમાં મૂકી ક્રિકેટ રમવા ગયા હતા. આશરે ૩ કલાક ક્રિક્રેટ રમી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે પોતાનો મોબાઇલ હાથમાં લેતાં તેમના ક્રેડિટ અને ડેબિટ કાર્ડમાંથી આશરે ૬.૭૨ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાનો મેસેજ જોયો હતો. વધુ તપાસ કરી તો એમાં જાણવા મળ્યું હતું કે અજાણ્યા ચોરે તેમના પાકિટમાંથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચોરીને અને એના પિન બદલીને તમામ ટ્રાન્જેક્શન કર્યાં હતાં. અંતે ઘટનાની ફરિયાદ આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી.


વિવેક દવેના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને રીગલ સિનેમા પાસેના ઑટોમૅટેડ ટેલર મશીન (ATM)માંથી ત્રણ ટ્રાન્ઝૅક્શનમાં ૧ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. થોડી વારમાં જ કોલાબા વિસ્તારની જ્વેલરીની દુકાનમાંથી તેમના ક્રેડિટ કાર્ડ પર ૫,૭૨,૧૧૧ રૂપિયાના દાગીના ખરીદી કરવાનો મેસેજ પ્રાપ્ત થતાં અજ્ઞાત વ્યક્તિ સામે તેમનું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચોરીને એના માધ્યમથી ૬,૭૨,૧૧૧ ઉપાડી લેવાની ફરિયાદ આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી.ચાર્ટર્ડ-અકાઉન્ટન્ટ વિવેક દવેનો ‘મિડ-ડે’એ સપર્ક કરી વધુ માહિતી જાણવાની કોશિશ કરી હતી. જોકે તેમણે કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK