કારની તલાશી લેતાં એમાં છુપાવેલો ૧૦.૨૫૮ કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કારમાં પ્રવાસ કરી રહેલા બાવન વર્ષના સતીશ વાઘ અને ૨૯ વર્ષના સાગર બલસાનેની ધરપકડ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
પાલઘર પોલીસે શુક્રવારે બે જણની ધરપકડ કરીને તેમની પાસેથી ૧૦ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. ખબરીએ આપેલી માહિતીના આધારે વૉચ ગોઠવીને પાલઘર પોલીસે વિક્રમગડ–જવ્હાર રોડ પર એક કારને આંતરી હતી. કારની તલાશી લેતાં એમાં છુપાવેલો ૧૦.૨૫૮ કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કારમાં પ્રવાસ કરી રહેલા બાવન વર્ષના સતીશ વાઘ અને ૨૯ વર્ષના સાગર બલસાનેની ધરપકડ કરી હતી. બન્ને નાશિકના કુંભારવાડાના રહેવાસી છે. તેઓએ આ ગાંજો ક્યાંથી મેળવ્યો હતો અને એ કોને સપ્લાય કરવાના હતા એની તપાસ ચાલુ કરવામાં આવી છે. બન્ને સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી છે.


