14 જુલાઈ, 2023 ભારત-ફ્રાન્સ સંબંધોના ઈતિહાસમાં કોતરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેસ્ટિલ ડે પરેડ માટે પેરિસમાં ઐતિહાસિક ચેમ્પ્સ-એલિસીસ પહોંચ્યા હતા. ચેમ્પ્સ-એલિસીસ ફ્રેન્ચ ધ્વજના લાલ, વાદળી અને સફેદ રંગમાં રંગાયેલું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રેન્ચ ટ્રાઇ-સર્વિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીને બેસ્ટિલ ડે પરેડ માટે `ગેસ્ટ ઓફ ઓનર` તરીકે ફ્રાંસમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફ્રેન્ચ ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોન અને ફ્રેંચ પીએમ એલિસાબેથ બોર્ને તેમનું સ્વાગત કર્યું હતું. ભારત અને ફ્રાન્સ તેમની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

















