° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


આહોહોહો… અમેરિકામાં તાપમાન -૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું

04 February, 2023 06:11 PM IST | New Hampshire
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વેધર સર્વિસ ફોરકાસ્ટર બોબ ઓરવેકે જણાવી હવામાનની સ્થિતિ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

યુએસના ન્યૂ હેમ્પશાયર (New Hampshire)માં માઉન્ટ વોશિંગ્ટન (Mount Washington) સહિત સમગ્ર પ્રદેશમાં તાપમાન બહુ નીચા સ્તરે પહોંચી ગયું છે. ન્યૂ યોર્ક (New York) અને તમામ છ ન્યૂ ઇંગ્લેન્ડ (New England) રાજ્યો મેસેચ્યુસેટ્સ (Massachusetts), કનેક્ટિકટ (Connecticut), રોડ આઇલેન્ડ (Rhode Island), ન્યૂ હેમ્પશાયર (New Hampshire), વર્મોન્ટ (Vermont) અને મૈને (Maine)માં રહેતા લગભગ ૧૬ મિલિયન લોકોને વિન્ડ-ચિલ ચેતવણી આપવામાં આવી છે.

નેશનલ વેધર સર્વિસ (NWS)એ જણાવ્યું હતું કે, ડીપ ફ્રીઝ પ્રમાણમાં વધુ ડીપ રહેશે. પરંતુ શનિવારના રોજ ઠંડો પવન જનજીવન માટે જોખમી સ્થિતિ સર્જશે. ન્યૂ ઇંગ્લેન્ડમાં મેસેચ્યુસેટ્સના બે સૌથી મોટા શહેર બોસ્ટન અને વર્સેસ્ટરમાં શુક્રવારે શાળાઓ બંધ હતી.

બોસ્ટનના મેયર મિશેલ વુએ રવિવારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને શહેરના ૬,૫૦,૦૦૦થી વધુ રહેવાસીઓને મદદ કરવા વોર્મિંગ સેન્ટરો ખોલ્યા છે. NWSએ ચેતવણી આપી છે કે, આ વર્ષનો શિયાળો પેઢીનો સૌથી ઠંડો શિયાળો હશે. કડકડી ઠંડીને કારણે તરતા મ્યુઝિયમને બંધ કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો - હવામાન વિભાગની આગાહી : કોલ્ડવેવ પછી હવે પડશે કરાં, દિલ્હીમાં વધશે ઠંડી

વેધર સર્વિસ ફોરકાસ્ટર બોબ ઓરવેકે જણાવ્યું હતું કે, ‘શુક્રવારે શરૂઆતમાં, પૂર્વીય કેનેડાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ફૂંકાતા આર્કટિક ઉછાળો અમેરિકન મેદાનો પર કેન્દ્રિત હતા. કેબોટગામા, મિનેસોટા, ઑન્ટારિયો બોર્ડર એ યુ.એસ.માં બપોરે એક વાગ્યે EST પર સૌથી ઠંડું સ્થાન હતું. જેમાં તાપમાન -૩૯ હતું.’

આ પણ વાંચો - ઉત્તર ગુજરાતમાં ઠંડીની સાથે પડી શકે છે માવઠાનો પણ માર

NWS હવામાનશાસ્ત્રી બ્રાયન હર્લીએ જણાવ્યું હતું કે, ‘ઠંડી, વાદળછાયું વાતાવરણ દિવસ દરમિયાન પૂર્વ તરફ ફેલાય તેવી અપેક્ષા છે. -૪૦ તાપમાન દાયકાઓમાં કયારેક પહોંચે છે. ઉત્તરપૂર્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ વોશિંગ્ટન સ્ટેટ પાર્ક ખાતે શુક્રવારે સાંજે તાપમાન -૪૬ સુધી ગબડી ગયું હતું. તુલનાત્મક રીતે, કેનેડાના ઉત્તરીય આર્કટિક વેધર સ્ટેશન યુરેકા ખાતે હવાનું તાપમાન શુક્રવારની સવારે -૪૧ની આસપાસ હતું. શુક્રવારે સાંજે બોસ્ટન ૮ ડિગ્રી ફેરનહીટ (-૧૩ સેલ્શિયસ) પર હતું, જ્યારે વોર્સેસ્ટર, મેસેચ્યુસેટ્સમાં, પશ્ચિમમાં ૬૪ કિમી પારો 3 એફ (-૧૬ સેલ્શિયસ) સુધી પહોંચ્યો હતો. જોકે, તાપમાન હજુ પણ નીચું થવાની ધારણા છે. શનિવારે બન્ને શહેરોમાં વિક્રમી ઠંડી પડવાની સંભાવના છે. જે વર્ષ ૧૮૮૬ અને ૧૯૩ના રેકૉર્ડ તોડે તેવી સંભાવના છે.’

04 February, 2023 06:11 PM IST | New Hampshire | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

અમેરિકામાં ટૂરિસ્ટ કે બિઝનેસ વિઝા પર જનાર નોકરી માટે અરજી કરી શકે

અમેરિકામાં બિઝનેસ અથવા ટૂરિસ્ટ વિઝા બી1 અને બી2 પર જનાર વ્યક્તિ ત્યાં નવી નોકરી માટે અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યુ પણ આપી શકે છે.

24 March, 2023 11:19 IST | New York | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

હિંડનબર્ગના ટાર્ગેટ પર હવે ‘બ્લૉક’

જૅક ડૉર્સીની આ પેમેન્ટ્સ ફર્મ અપરાધીઓને ઓળખ છુપાવીને અનેક અકાઉન્ટ્સ દ્વારા અપરાધ આચરવા માટે છૂટો દોર આપતી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો

24 March, 2023 09:00 IST | New York | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

Accentureમાં કરાશે 19000 કર્મચારીઓની છંટણી, કંપનીએ ઘટાડ્યું નફાનું અનુમાન

મંદીની શંકાથી કંટાળીને પ્રૌદ્યોગિક બજેટમાં કાપની ચિંતાઓ વચ્ચે કંપનીએ ગુરુવારે પોતાની વાર્ષિક રાજસ્વ વૃદ્ધિ અને લાભના પૂર્વાનુમાનો પણ ઘટાડી દીધા છે. કંપનીના તાજેતરના અનુમાન પ્રમાણે સ્થાનિક મુદ્રામાં તેનો વાર્ષિક રાજસ્વ વધારો 8 ટકાથી 10 ટકા હોઈ શકે છે.

23 March, 2023 09:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK