Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સમુદ્રમાં પથરાયેલા ઑપ્ટિક કેબલ્સ રહસ્યમય રીતે તૂટ્યા, એશિયાથી યુરોપ સુધી ઘણા દેશોમાં ઇન્ટરનેટ ખોરવાયું

સમુદ્રમાં પથરાયેલા ઑપ્ટિક કેબલ્સ રહસ્યમય રીતે તૂટ્યા, એશિયાથી યુરોપ સુધી ઘણા દેશોમાં ઇન્ટરનેટ ખોરવાયું

Published : 08 September, 2025 11:51 AM | IST | Asia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭ ટકા વૈશ્વિક ઇન્ટરનેટ ટ્રાફિક પ્રભાવિત થતાં અનેક ક્ષેત્રોમાં નુકસાન

સમુદ્રમાં પથરાયેલા ઑપ્ટિક કેબલ્સ રહસ્યમય રીતે તૂટ્યા

સમુદ્રમાં પથરાયેલા ઑપ્ટિક કેબલ્સ રહસ્યમય રીતે તૂટ્યા


રેડ સીમાં પાણીની નીચે નાખવામાં આવેલા ઑપ્ટિક કેબલ કપાઈ જવાને કારણે વિશ્વભરના ઘણા દેશો ધીમા ઇન્ટરનેટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઇક્રોસૉફ્ટનું ઍઝ્યુર પણ આનાથી પ્રભાવિત થયું છે. રેડ સીના તળિયે પાથરવામાં આવેલા કેબલ વિશ્વભરમાં ઇન્ટરનેટ ઍક્સેસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. યુરોપ અને એશિયા વચ્ચે ચાલતા ઇન્ટરનેટનો મોટો ભાગ આ વાયરો સાથે જોડાયેલો છે. આ જ કારણ છે કે અત્યારે ૧૭ ટકા વૈશ્વિક ઇન્ટરનેટ ટ્રાફિક ખોરવાઈ ગયો છે.

માઇક્રોસૉફ્ટ પર મોટો પ્રભાવ



ઇન્ટરનેટ કેબલ તૂટવાથી માઇક્રોસૉફ્ટના ઍઝ્યુર પર મોટો પ્રભાવ પડ્યો છે. આ વિશે માઇક્રોસૉફ્ટે જણાવ્યું હતું કે ‘એશિયા અને યુરોપ વચ્ચે ઍઝ્યુર યુઝર્સને ટ્રાફિકમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ કેબલ્સને રિપેર કરવામાં સમય લાગી શકે છે એટલે તેઓ હાલમાં અન્ય માર્ગો દ્વારા ડેટા મોકલી રહ્યા છે.’


કારણ જાણી શકાયું નથી

અધિકારીઓ હજી પણ એ શોધી શક્યા નથી કે કેબલ કેવી રીતે કાપવામાં આવ્યા હતા. રેડ સીમાં અગાઉની આવી ઘટનાઓ ઘણી વાર કમર્શિયલ જહાજો દ્વારા ફેંકવામાં આવેલા ઍન્કરને કારણે થતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ઇરાદાપૂર્વક તોડફોડની પણ શંકા છે. આ ક્ષેત્રમાં ચાલી રહેલા વિવાદને કારણે નિષ્ણાતોને શંકા છે કે મહત્ત્વપૂર્ણ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી શકે છે, જે વૈશ્વિક કનેક્ટિવિટીને અસર કરે છે.


યમનના હુથી બળવાખોરોનું કારસ્તાન?

એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યમનના હુથી બળવાખોરો રેડ સીમાં ઇન્ટરનેટ કેબલ્સને  નુકસાન પહોંચાડી શકે છે. આ પગલું ઇઝરાયલ પર ગાઝા યુદ્ધનો અંત લાવવા માટે દબાણ લાવવા લેવામાં આવ્યું હોઈ શકે છે.

ભારત-પાકિસ્તાનનું નેટ પણ ધીમું

ઇન્ટરનેટ ઍક્સેસ પર નજર રાખતી કંપની નેટબ્લૉક્સે જણાવ્યું હતું કે રેડ સીની નીચે સ્થાપિત ઘણા કેબલ્સમાં ખામીને કારણે ઘણા દેશોમાં ઇન્ટરનેટ-કનેક્શન ધીમું પડી ગયું છે, જેમાં ભારત અને પાકિસ્તાન પણ સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2025 11:51 AM IST | Asia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK