જો BCCI વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025 પહેલાં નવા ટાઇટલ સ્પૉન્સર સાથે કરાર ફાઇનલ નહીં કરે તો વિમેન્સ ક્રિકેટ ટીમ પણ સ્પૉન્સરલેસ જર્સી સાથે વર્લ્ડ કપ રમતી જોવા મળશે.
સ્પૉન્સરલેસ જર્સી અને ટ્રેઇનિંગ કિટમાં જોવા મળ્યા ભારતીય પ્લેયર્સ
T20 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમે શુક્રવારે સાંજથી જ દુબઈમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ટ્રેઇનિંગ સેશન દરમ્યાન ટ્રેઇનિંગ કિટ પર અને ટુર્નામેન્ટના ફોટોશૂટ દરમ્યાન પ્લેયર્સની જર્સી પર ટાઇટલ સ્પૉન્સરનું નામ કે લોગો નહોતાં જે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) માટે આધુનિક ક્રિકેટમાં એક દુર્લભ દૃશ્ય છે.
સરકારના નવા નિયમોને કારણે ડ્રીમ ઇલેવને ટાઇટલ સ્પૉન્સર તરીકેનો પોતાનો કરાર વહેલો પૂરો કરવો પડ્યો હતો. જો BCCI વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025 પહેલાં નવા ટાઇટલ સ્પૉન્સર સાથે કરાર ફાઇનલ નહીં કરે તો વિમેન્સ ક્રિકેટ ટીમ પણ સ્પૉન્સરલેસ જર્સી સાથે વર્લ્ડ કપ રમતી જોવા મળશે.
