° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

USA Capitol Hill Rioting: ટ્રમ્પના ટેકેદારોએ કરેલી હિંસામાં ચારનાં મોત

07 January, 2021 09:57 AM IST | Washington DC | Gujarati Mid-day Online Correspondent

USA Capitol Hill Rioting: ટ્રમ્પના ટેકેદારોએ કરેલી હિંસામાં ચારનાં મોત

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થક સંસદના બિલ્ડિંગ (Capitol Hill)માં ઘૂસ્યા અને ભારે ધમાલ મચાવી છે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થક સંસદના બિલ્ડિંગ (Capitol Hill)માં ઘૂસ્યા અને ભારે ધમાલ મચાવી છે

બુધવારે ઈલેક્ટોરલ કોલેજના મતની ગણતરી અને બાઈડનની જીત જાહેર કરવા માટે સંસદનાં બંને ગૃહો, એટલે કે સેનેટ અને HORની બેઠક શરૂ થઈ. આ દરમિયાન જ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના સેંકડો સમર્થકો સંસદની બહાર એકત્ર થયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસ તેમને સમજાવે એ પહેલાં જ કેટલાક લોકો અંદર ઘૂસી ગયા. મોટે પાયે તોડફોડ કરવામાં આવી. હિંસા થઈ. આ દરમિયાન ગોળીબાર પણ થયો અને તાજી માહિતી અનુસાર જે મહિલાને ગોળી વાગી હતી તે સારવાર દરમિયાન મોત પામી છે. 

usa

આ સંજોગોમાં વોશિંગ્ટનમાં લોકડાઉન જાહેર કર્યું છે. ધરણાં કરી રહેલું ટોળું હિંસક બનતાં તેને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડ્સે ઝડપી પગલાં લેવા પડ્યાં. બ્રિટિશ અખબાર ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર કેપિટલ બિલ્ડિંગમાં દેખાવો દરમિયાન એક મહિલાને ગોળી વાગી હતી, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.  આ દરમિયાન તાજી અપડેટ અનુસાર આ હિંસામાં ચાર જણનાં મોત થયા છે અને પોલીસે અત્યાર સુધીમાં 52 જણને અટકમાં લીધા છે. 

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી  બુધવારે અહીં સંસદનાં બંને ગૃહો જો બાઈડનની જીત જાહેર કરવા માટે કામ કરી રહ્યા હતા અને ગણતરી ચાલી રહી હતી તે દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થક સંસદના બિલ્ડિંગ (Capitol Hill)માં ઘૂસ્યા અને ભારે ધમાલ મચાવી છે. આ તોફાની માહોલમાં ગોળીબાર પણ થયો અને એમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. જો કે આ અરાજકતા વચ્ચે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (HOR)ના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું-અમે ડર્યા વિના પોતાનું કામ ચાલુ રાખીશું. જોકે એ સ્પષ્ટ નથી કે હવે બાઈડનની જીતની ઔપચારિક ઘોષણા ક્યારે કરવામાં આવશે. આ અફરાતફરી વચ્ચે સાંસદોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાયા હતા. તેઓ ફરી ગૃહમાં પહોંચ્યા. સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. અમેરિકાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ખેદ વ્યક્ત કર્યો છે.

વોશિંગ્ટનમાં હિંસા વચ્ચે ફેસબુકે ડોનાલ્ડ ટ્રમ્પનો એક વિડિયો સાઈટ પરથી હટાવી લીધો છે. આ વિડિયોમાં ટ્રમ્પ પોતાના સમર્થકોને સંબોધિત કરતા દેખાય છે. ફેસબુકના વાઈસ-પ્રેસિડન્ટે કહ્યું હતું કે આવું કરવાથી હિંસા ઘટાડવામાં મદદ મળશે. જ્યારે, ટ્વિટરે પણ ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું.

07 January, 2021 09:57 AM IST | Washington DC | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

બ્રિટનના શાહી કુટુંબના પ્રિન્સ ફિલીપનું 99ની વયે મૃત્યુ

પ્રિન્સ ફિલીપ હજી 16મી માર્ચે જ હૉસ્પિટલમાંથી બહાર આવ્યા હતા અને વિન્ડસર કેસલમાં પાછા ફર્યા હતા. 

09 April, 2021 05:57 IST | Mumbai | Partnered Content
ઈન્ટરનેશનલ સમાચાર

અમેરિકામાં ૧૮ વર્ષથી મોટા તમામને વૅક્સિન અપાશે : જો બાઇડન

પહેલાં અમેરિકાએ ૧૦૦ દિવસમાં ૧૦ કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય ઠરાવ્યું હતું. જોકે હવે તેમણે તેમના કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં ૨૦ કરોડ લોકોને રસી આપવાનું નવું લક્ષ્ય સેટ કર્યો છે. 

08 April, 2021 11:35 IST | Washington | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

બંગલા દેશમાં સાત દિવસ લૉકડાઉન

શુક્રવારે બંગલા દેશમાં કોરોના ઇન્ફેક્શનના ૬૮૩૦ નવા કેસ

04 April, 2021 12:50 IST | Dhaka | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK