ડોનલ્ડ ટ્રમ્પે પુતિનને યુદ્ધ બંધ કરવા આપ્યું બે અઠવાડિયાંનું અલ્ટિમેટમ
વ્લાદિમીર પુતિન
યુક્રેનમાં એક અમેરિકન ફૅક્ટરી પર થયેલા હુમલા બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે રશિયાને બે અઠવાડિયાંનું અલ્ટિમેટમ આપ્યું છે અને ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં પ્રતિબંધો અથવા ટૅરિફ લાગુ થઈ શકે છે. આ નિવેદન વ્લાદિમીર પુતિન સાથેની તેમની ૧૫ ઑગસ્ટે અલાસ્કા મુલાકાતના થોડા દિવસો પછી આવ્યું છે. આ યુદ્ધને ખૂબ જ મૂર્ખતાપૂર્ણ ગણાવતાં ટ્રમ્પે સંઘર્ષને રોકવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે યુદ્ધમાં દર અઠવાડિયે ૭૦૦૦ સૈનિકો જીવ ગુમાવે છે, આને રોકવું જોઈએ, પણ જો મૉસ્કો કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો કડક પગલાં માટે તૈયાર રહે.
રશિયાએ કરેલા મોટા અટૅકમાં અમેરિકામાં ટેક્સસસ્થિત બહુરાષ્ટ્રીય ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદક ફ્લેક્સ લિમિટેડના પરિસરમાં પણ હુમલો થયો હતો, જ્યાં લગભગ ૬૦૦ કામદારો હાજર હતા.


