Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આતંકવાદી મસૂદ અઝહરને પાકિસ્તાન સરકાર તરફથી વળતરરૂપે ૧૪ કરોડ રૂપિયા મળી શકે

આતંકવાદી મસૂદ અઝહરને પાકિસ્તાન સરકાર તરફથી વળતરરૂપે ૧૪ કરોડ રૂપિયા મળી શકે

Published : 15 May, 2025 12:04 PM | Modified : 16 May, 2025 07:02 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન સરકારે ઑપરેશન સિંદૂર હેઠળ મૃત્યુ પામેલા લોકોના વારસદારોને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી, મસૂદ અઝહરના પરિવારના ૧૪ જણ ઠાર થયા હતા

આતંકવાદી મસૂદ અઝહર

આતંકવાદી મસૂદ અઝહર


ભારતે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કરવા ચલાવેલા અભિયાન ઑપરેશન સિંદૂરમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના વારસદારોને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કરી છે. ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ૧૪ જણ આ ઑપરેશનમાં ઠાર થયા હતા. યુનાઇટેડ નેશન્સ દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ચીફ મસૂદ અઝહરને પાકિસ્તાન સરકાર વળતર તરીકે ૧૪ કરોડ રૂપિયા ચૂકવી શકે છે.


ઑપરેશન સિંદૂર હેઠળ ભારતીય હવાઈ હુમલામાં બહાવલપુરમાં આતંકવાદી કૅમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ શહેર પાકિસ્તાનનું બારમું સૌથી મોટું શહેર અને જૈશ-એ-મોહમ્મદનું ઑપરેશનલ હબ છે. લાહોરથી આશરે ૪૦૦ કિલોમીટર દૂર આવેલા આ શહેરમાં જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ ખાતે જૈશનું મુખ્ય મથક છે, જેને ઉસ્માન-ઓ-અલી કૅમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે.



મસૂદ અઝહરે કોને-કોને ગુમાવ્યા?
ઑપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરને મોટો ફટકો પડ્યો હતો. આ ઑપરેશનમાં માર્યા ગયેલા તેના પરિવારજનોમાં તેની મોટી બહેન અને તેનો પતિ, એક ભત્રીજો અને તેની પત્ની, એક ભત્રીજી અને તેના એક્સટેન્ડેડ પરિવારનાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. અઝહર એકમાત્ર જીવિત કાનૂની વારસદાર હોવાથી પરિવારના ૧૪ સભ્યો માટે કુલ ૧૪ કરોડ રૂપિયાની તેને ચુકવણી થઈ શકે એમ છે.


ભારત માટે ચિંતાનો વિષય
શાહબાઝ શરીફની જાહેરાતમાં ભારતીય હુમલામાં નાશ પામેલાં ઘરોનું પુનઃ નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા પણ સામેલ છે. ભારતે આ ઑપરેશનમાં માત્ર આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા અને કોઈ નાગરિક વિસ્તારોને અસર થઈ નહોતી. પાકિસ્તાન હવે માળખાંઓનું પુનઃ નિર્માણ કરવાનું વચન આપી રહ્યું છે એટલે ભારત નજીકથી દેખરેખ રાખશે કે શું આ સુવિધાઓ ફરીથી આતંકવાદી તાલીમ અથવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાય છે કે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2025 07:02 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK