સુનીતા વિલિયમ્સ-પંડ્યા અને બચ વિલ્મોર ૧૯ માર્ચે પૃથ્વી પર પાછા ફરશે
સુનીતા વિલિયમ્સ
આશરે આઠ મહિના સુધી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાઈ ગયા બાદ નાસાના બે ઍસ્ટ્રોનૉટ્સ સુનીતા વિલિયમ્સ-પંડ્યા અને બચ વિલ્મોર ૧૯ માર્ચે પૃથ્વી પર પાછા ફરશે. તેમને પાછા લઈને ફરનારું ડ્રૅગન સ્પેસક્રાફ્ટ ૧૨ માર્ચે સ્પેસ સ્ટેશનમાંથી રવાના થશે અને એક અઠવાડિયા સુધી પૃથ્વીની ફરતે આંટા માર્યા બાદ ૧૯ માર્ચે તેઓ પૃથ્વી પર આવશે.


