° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


ટોક્યોમાં કોરોના કેસમાં ઓચિંતો વધારો : સૌથી મોટો ૨૮૪૮નો દૈનિક આંક

28 July, 2021 12:24 PM IST | Tokyo | Agency

ઑલિમ્પિક્સ થઈ એના ગણતરીના દિવસોમાં નવા કેસની દૈનિક સંખ્યા પોણાત્રણ હજારથી પણ વધી જવી એ જપાન માટે મોટી ચિંતાનો વિષય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઑલિમ્પિક ગેમ્સના યજમાન શહેર અને જપાનની રાજધાની ટોક્યોમાં ગઈ કાલે ૨૭ જુલાઈએ સવારે નોંધાયેલા કોરોના ઇન્ફેક્શનના નવા દરદીઓની સંખ્યા ૨૮૪૮ હતી. વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં જપાનમાં એક દિવસના દરદીઓનો આ સૌથી મોટો આંકડો છે. ઑલિમ્પિક્સ થઈ એના ગણતરીના દિવસોમાં નવા કેસની દૈનિક સંખ્યા પોણાત્રણ હજારથી પણ વધી જવી એ જપાન માટે મોટી ચિંતાનો વિષય છે. હાલની સ્થિતિને જપાનમાં કોરોના રોગચાળાની પાંચમી લહેર ગણવામાં આવે છે. જપાનમાં અત્યાર સુધીમાં કુલ ૨,૦૦,૦૦૦ લોકો સંક્રમિત થયા છે. દરમ્યાન ઑલિમ્પિક વિલેજમાં એથ્લીટ્સ અને અધિકારીઓ મળીને નવા સાત કેસ ઉમેરાતાં કોવિડ ઇન્ફેક્શન ધરાવતા લોકોની સંખ્યા ૧૫૫ ઉપર પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું હતું. એ સાત જણમાં ચાર એથ્લીટ્સ છે. તેમાંના બે એથ્લીટ્સ ઑલિમ્પિક વિલેજમાં રહે છે. 

28 July, 2021 12:24 PM IST | Tokyo | Agency

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

ઇટલીએ કોવિશિલ્ડને આપી માન્યતા, હવે ભારતીય રસી કાર્ડધારકો ગ્રીન પાસ માટે પાત્ર

ઇટલીની માન્યતા સાથે, કુલ 19 યુરોપિયન યુનિયન (EU) રાષ્ટ્રોએ કોવિશિલ્ડને માન્યતા આપી છે.

24 September, 2021 07:06 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

મોદીએ કમલા હેરિસના વખાણ કર્યા, કહ્યું ઉપરાષ્ટ્રપતિ તરીકે તમારી પસંદગી ઐતિહાસિક

આ સાથે જ પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પાકિસ્તાના આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

24 September, 2021 02:35 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

સ્પેનના જ્વાળામુખીની અસર ૮૪ દિવસ સુધી રહેશે

આ હોનારતને પગલે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નિષ્ણાતો કહે છે કે વૉલ્કેનોની આ તીવ્રતા અને એ ફાટ્યા પછીની અસર બીજા ૮૪ દિવસ સુધી વર્તાશે.  એ.એફ.પી.

24 September, 2021 11:07 IST | Spain | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK