સાઉદી અરેબિયામાં હાલમાં જોરદાર વરસાદ, ચક્રવાત અને ધૂળના તોફાનના કારણે પરિસ્થિતિ ખરાબ છે. મુસ્લિમોનાં સૌથી પવિત્ર ધર્મસ્થાન મનાતાં મક્કા અને મદીનામાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
સાઉદી અરેબિયાનાં મક્કા અને મદીના ભારે વરસાદ
સાઉદી અરેબિયામાં હાલમાં જોરદાર વરસાદ, ચક્રવાત અને ધૂળના તોફાનના કારણે પરિસ્થિતિ ખરાબ છે. મુસ્લિમોનાં સૌથી પવિત્ર ધર્મસ્થાન મનાતાં મક્કા અને મદીનામાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જેદ્દાહ શહેરમાં પણ ભારે વરસાદ અને કરા પડતાં શહેરમાં પાણી ભરાઈ જતાં સરકારી ઑફિસો, સ્કૂલો બંધ કરી દેવામાં આવ્યાં છે અને આવી પરિસ્થિતિ બુધવાર સુધી રહે એવી શક્યતા છે. લોકોને ઘરોમાં રહેવા અને અનાવશ્યક બહાર નહીં નીકળવા કહેવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં શહેર જળમગ્ન થયેલું જોવા મળે છે. વાઇરલ વિડિયોમાં અલ ઉલા અને અલ મદીના વિસ્તાર ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયો છે. અલ મદીનામાં મુસ્લિમોની સૌથી પવિત્ર મસ્જિદ-એ-નબવી છે જ્યાં મસ્જિદની અંદર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણીમાં વહી જતી કારના વિડિયો વાઇરલ થયા છે.
ADVERTISEMENT
સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું હતું કે બુધવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદ, વીજળીની ગર્જના અને ધૂળ ભરેલી આંધી આવવાની શક્યતા છે.