Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ૭ વર્ષ પછી ૬ લાખ બૅરલ ઈરાની તેલ લઈને ભારત આવતું ટૅન્કર અચાનક ચીન ભણી રવાના

૭ વર્ષ પછી ૬ લાખ બૅરલ ઈરાની તેલ લઈને ભારત આવતું ટૅન્કર અચાનક ચીન ભણી રવાના

Published : 04 April, 2026 08:59 AM | IST | Tehran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાની તેલ માટે પેમેન્ટની શરતોમાં ફેરફારને કારણે ટૅન્કર ચીન તરફ વળી ગયું હોવાનું જાણવા મળે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ઈરાનથી આશરે ૬,૦૦,૦૦૦ બૅરલ ક્રૂડ ઑઇલ લઈને ભારત આવી રહેલું એક ટૅન્કર મધદરિયે અચાનક ચીન તરફ ફંટાઈ ગયું હતું. ગુરુવાર રાત સુધી પિંગ શુન નામનું આ ટૅન્કર અરબી સમુદ્રમાં ભારત તરફ આવી રહ્યું હતું અને આ જહાજ ગુજરાતના વાડીનાર બંદર પર પહોંચવાની અપેક્ષા હતી.

ઈરાની તેલ માટે પેમેન્ટની શરતોમાં ફેરફારને કારણે ટૅન્કર ચીન તરફ વળી ગયું હોવાનું જાણવા મળે છે. ૩૦-૬૦ દિવસની ક્રેડિટ-વિન્ડો ઑફર કરવાને બદલે તેલ વેચનારાઓ હવે અગાઉથી પેમેન્ટની માગણી કરી રહ્યા છે. આ દેખીતી રીતે ઈરાન યુદ્ધથી ઊભી થયેલી પરિસ્થિતિને કારણે છે. જો પેમેન્ટની સમસ્યા ઉકેલાઈ જાય તો પણ કાર્ગો ભારત આવી શકે છે. જો આ ટૅન્કર ભારતમાં ડૉક થાય છે તો એ ૨૦૧૯ પછી દેશમાં ઈરાની ક્રૂડ ઑઇલનો પ્રથમ કાર્ગો હશે.



હજી સુધી સ્પષ્ટ નથી કે કઈ ભારતીય રિફાઇનરીએ આ કાર્ગો ખરીદ્યો છે, કારણ કે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, નાયરા એનર્જી અને ભારત પેટ્રોલિયમ સહિત અનેક રિફાઇનરીઓ વાડીનાર દ્વારા ક્રૂડ ઑઇલની આયાત કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 08:59 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK