શહેરના મુખ્ય વિસ્તારોમાં લોકો કફનનું સિમ્બૉલ સફેદ કપડું ઓઢીને રોડ પર સૂઈ ગયા હતા.
સ્પેનના સૅન સેબસ્ટિયન શહેરમાં વિરોધ-પ્રદર્શન થયું
છેલ્લા કેટલાક દિવસથી ગાઝામાં થઈ રહેલા ઇઝરાયલ દ્વારા કાતિલ હુમલાઓના વિરોધમાં ગઈ કાલે સ્પેનના સૅન સેબસ્ટિયન શહેરમાં વિરોધ-પ્રદર્શન થયું હતું. શહેરના મુખ્ય વિસ્તારોમાં લોકો કફનનું સિમ્બૉલ સફેદ કપડું ઓઢીને રોડ પર સૂઈ ગયા હતા.
ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોનો મરણાંક ૩૦ : આસામમાં ૧૦ નદીઓ ડેન્જર-લેવલની ઉપર
ADVERTISEMENT

અગરતલા, ત્રિપુરા

નગાંવ, આસામ
ગઈ કાલે પણ આસામના નગાંવમાં અને ત્રિપુરાના અગરતલામાં પૂરને કારણે કફોડી પરિસ્થિતિ જોવા મળી હતી. ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે થયેલાં ભૂસ્ખલન અને આવેલા પૂરને લીધે અત્યાર સુધીમાં કુલ ૩૦ જણે જીવ ગુમાવ્યા છે. આસામમાં ગઈ કાલે હાલત વધુ ખરાબ હતી, કારણ કે ૧૦ નદીઓ જોખમી સ્તરની ઉપર વહી રહી હતી. ત્રિપુરામાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
કાશ્મીરમાં ઝોજિલા પાસ પાસે ભયાનક હિમપ્રપાત : શ્રીનગર-લેહ હાઇવે બંધ

જમ્મુ અને કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. શ્રીનગર-લેહ હાઇવે પર ઝોજિલા પાસ નજીક ગઈ કાલે ભયાનક હિમપ્રપાત જોવા મળ્યો હતો જેને કારણે આ મહત્ત્વપૂર્ણ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિસ્થિતિ ગંભીર હોવાથી સ્થાનિક પ્રશાસન રાહતકાર્યમાં રોકાયેલું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ હિમપ્રપાતનો વિડિયો વાઇરલ થયો છે. બીજી તરફ ગઈ કાલે શ્રીનગરમાં ભારે વરસાદ અને કરા પડ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૭ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.


