આ હુમલા સામાન્ય રીતે મોડી સાંજે શરૂ થાય છે અને સવારે સમાપ્ત થાય છે, કારણ કે અંધારામાં ડ્રોન જોવાં મુશ્કેલ હોય છે
યુક્રેન પર ૪૭૯ ડ્રોન અને ૨૦ મિસાઇલથી કર્યો સૌથી મોટો હુમલો
યુક્રેનની ઍર ફોર્સે ગઈ કાલે જણાવ્યું હતું કે રશિયાએ યુદ્ધની સૌથી મોટી રાતે યુક્રેન પર ૪૭૯ ડ્રોન અને વિવિધ પ્રકારની ૨૦ મિસાઇલ છોડી હતી. આ હુમલા સામાન્ય રીતે મોડી સાંજે શરૂ થાય છે અને સવારે સમાપ્ત થાય છે, કારણ કે અંધારામાં ડ્રોન જોવાં મુશ્કેલ હોય છે. રશિયાએ ૩ વર્ષથી વધુ સમયના યુદ્ધ દરમ્યાન ડ્રોનથી યુક્રેનના નાગરિક વિસ્તારોમાં અવિરતપણે હુમલા કર્યા છે. યુનાઇટેડ નેશન્સના અહેવાલ મુજબ આવા હુમલાઓમાં યુક્રેનના ૧૨,૦૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

