૮૦૫ ડ્રોન અને ૧૩ મિસાઇલોના મારાથી રાજધાનીની અનેક સરકારી ઇમારતો ઢેર
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર શનિવારે રાતે કરેલા હુમલામાં સરકારી ઇમારત ભડકે બળી હતી.
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર શનિવારે રાતે મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧૫ લોકો ઘાયલ થયા હતા. ૨૦૨૨માં ફેબ્રુઆરીમાં બન્ને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.
કીવના એક સરકારી બિલ્ડિંગમાંથી ગઈ કાલે સવારે ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૮૦૫ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને ૧૩ મિસાઇલો પણ છોડવામાં આવ્યાં હતાં. યુક્રેનના અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે યુક્રેને ૭૪૭ ડ્રોન અને ૪ મિસાઇલોને તોડી પાડ્યાં હતાં. યુક્રેનમાં ૩૭ જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. મિસાઇલોનો કાટમાળ ૮ સ્થળે પડ્યો હતો.
