સોશ્યલ મીડિયા પર ફરતા વિડિયોમાં બિશ્વાસ પોલીસને વારંવાર વિનંતી કરતો દેખાય છે કે તે ફક્ત એક રિક્ષાચાલક છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
બંગલાદેશમાં ૨૫ વર્ષના હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસના મૉબ-લિન્ચિંગ બાદ વધુ એક હિન્દુ યુવાન ગોવિંદ બિશ્વાસને તેના કાંડા પર બાંધેલી નાડાછડીના કારણે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. હાથમાં નાડાછડી બાંધેલી જોયા પછી એક ટોળાએ તેના પર હુમલો કર્યો હતો અને એવી અફવા ફેલાવી હતી કે તે ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિન્ગ (RAW-રૉ)નો એજન્ટ છે. તેણે ટોળાને એવી વિનંતી કરી હતી કે હું તો માત્ર રિક્ષા-ડ્રાઇવર છું, કૃપા કરીને મને જવા દો. જોકે ટોળાએ તેને ઘેરી લીધો હતો અને માર માર્યો હતો.
સોશ્યલ મીડિયા પર ફરતા વિડિયોમાં બિશ્વાસ પોલીસને વારંવાર વિનંતી કરતો દેખાય છે કે તે ફક્ત એક રિક્ષાચાલક છે. ત્યાર બાદ પોલીસ-અધિકારીઓ તેને કસ્ટડીમાં લઈ ગયા હતા. આ હુમલામાં ગોવિંદને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


