જોકે કૅનેડા જતાં પહેલાં તેઓ ગઈ કાલે બપોરે સાયપ્રસ પહોંચ્યા હતા. તેઓ સાયપ્રસની હોટેલ પર પહોંચ્યા ત્યારે અનેક ભારતીય ચાહકો તેમને ઘેરી વળ્યા હતા.
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસની મુલાકાત લીધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કૅનેડિયન પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્નીએ G7 સમિટ માટે આમંત્ર્યા છે. જોકે કૅનેડા જતાં પહેલાં તેઓ ગઈ કાલે બપોરે સાયપ્રસ પહોંચ્યા હતા. તેઓ સાયપ્રસની હોટેલ પર પહોંચ્યા ત્યારે અનેક ભારતીય ચાહકો તેમને ઘેરી વળ્યા હતા. એક યુવાને તો માથામાં MODI વંચાય એ રીતે વાળનું ટ્રિમિંગ કરાવ્યું હતું તો કેટલાક યુવાનોને તેમણે ઑટોગ્રાફ આપ્યા હતા. એક નાના બાળકને તેડીને મોદીજીએ વહાલ વરસાવ્યું હતું.
બે દિવસની મુલાકાત
૨૩ વર્ષમાં પહેલી વાર ભારતીય વડા પ્રધાને સાયપ્રસની મુલાકાત લીધી હતી. ટર્કીની પાકિસ્તાન સાથેની વધતી જતી નિકટતાને કારણે તેમણે કૅનેડા જતાં વચ્ચે સાયપ્રસની મુલાકાત લીધી હોવાનું મનાય છે. ભારતથી નીકળતાં પહેલાં તેમણે કહ્યું હતું કે આ મુલાકાતથી બે દેશો વચ્ચે વેપાર, રોકાણ, સલામતીના મુદ્દાઓ અને ટેક્નૉલૉજીની આપ-લે થકી ઐતિહાસિક બૉન્ડ બનાવવાની તક છે. સાયપ્રસમાં નરેન્દ્ર મોદી બે દિવસ રોકાશે. ૧૭ જૂને તેઓ કૅનેડામાં થઈ રહેલી G7 સમિટમાં ભાગ લેશે અને ૧૮ જૂને પાછા આવતી વખતે ક્રોએશિયાની મુલાકાત લેશે.


