મૉલદીવ્ઝની આ મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદીએ મૉલદીવ્ઝ માટે ૪૮૫૦ કરોડ રૂપિયાના ધિરાણની જાહેરાત અને અન્ય પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સાથે રક્ષા મંત્રાલયના ભવનનું લોકાર્પણ કર્યું હતું
ગઈ કાલે મૉલદીવ્ઝના ૬૦મા સ્વતંત્રતા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા
ગઈ કાલે મૉલદીવ્ઝના ૬૦મા સ્વતંત્રતા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૨૩ની મૉલદીવ્ઝની ચૂંટણીમાં ઇન્ડિયા આઉટ કૅમ્પેઇન દ્વારા જીતી આવેલા પ્રેસિડન્ટ મોહમદ મુઇઝુએ પહેલાં ભારતવિરોધી વલણ અપનાવ્યું હતું. જોકે પછી મુઇઝુ ઢીલા પડી નવી દિલ્હી પહોંચી મોદીને મળી આમંત્રણ આપી ગયા હતા. મૉલદીવ્ઝની આ મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદીએ મૉલદીવ્ઝ માટે ૪૮૫૦ કરોડ રૂપિયાના ધિરાણની જાહેરાત અને અન્ય પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સાથે રક્ષા મંત્રાલયના ભવનનું લોકાર્પણ કર્યું હતું. બન્ને દેશો વચ્ચે સંખ્યાબંધ સમજૂતી-કરાર પણ થયા હતા. આ અવસરે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત મૉલદીવ્ઝનું સૌથી વિશ્વાસપાત્ર મિત્ર છે અને વહેલી તકે બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર-કરાર પણ કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ બન્ને દેશો વચ્ચેના સંબંધોનાં મૂળ ઇતિહાસ કરતાં પ્રાચીન અને દરિયા કરતાં પણ ઊંડાં ગણાવ્યાં હતાં. મોદીના માનમાં મૉલદીવ્ઝે તેમને સેરિમોનિયલ વેલકમ આપ્યું હતું અને રક્ષા મંત્રાલયના ભવન પર તેમની વિશાળ તસવીર લગાડવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદી મૉલદીવ્ઝમાં વસતા ભારતીયોને પણ ઉષ્માભેર મળ્યા હતા.


