Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એન્વિડિયામાં વાપસી સાથે જ જેન્સન હૂવાંગની સંપત્તિમાં એક જ દિવસમાં ૨.૭૯ લાખ કરોડ રૂપિયાનો ઉછાળો

એન્વિડિયામાં વાપસી સાથે જ જેન્સન હૂવાંગની સંપત્તિમાં એક જ દિવસમાં ૨.૭૯ લાખ કરોડ રૂપિયાનો ઉછાળો

Published : 25 November, 2026 02:51 PM | Modified : 25 November, 2026 03:15 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોમવારે ઑફિસ પહોંચેલા હૂવાંગે કર્મચારીઓની માફી માગતાં કહ્યું કે ‘મારાથી ગંભીર ભૂલો થઈ છે, પરંતુ બીજી વખત હું વધુ સારો CEO બનીશ.’

એ‌ન્વિ‌ડિ‌યાની ઑ‌ફિસમાં પાછા ફરીને સ્ટાફની માફી માગતા જેન્સન હૂવાંગ

એ‌ન્વિ‌ડિ‌યાની ઑ‌ફિસમાં પાછા ફરીને સ્ટાફની માફી માગતા જેન્સન હૂવાંગ


એન્વિડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) પદે પરત ફરતાં જ સહ-સ્થાપક જેન્સન હૂવાંગની અંદાજિત સંપત્તિમાં એક જ દિવસમાં ૨.૭૯ લાખ કરોડ રૂપિયા (૩૦ અબજ ડૉલર)થી વધુનો તોતિંગ વધારો થયો હતો. સોમવારે બોર્ડે સર્વસંમતિથી તેમને પ્રેસિડન્ટ, CEO અને બોર્ડ ડિરેક્ટર તરીકે પુનઃ નિયુક્ત કર્યા બાદ કંપનીના શૅરમાં અંદાજે ૩૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જેની સીધી અસર તેમની નેટવર્થ પર પડી હતી.

ફૉર્બ્સના અબજોપતિઓના રિયલ-ટાઇમ આંકડા મુજબ ૨૪ નવેમ્બરે હૂવાંગની કુલ સંપત્તિ 3.13 લાખ કરોડ રૂપિયા (૩૩.૭ અબજ ડૉલર) એટલે કે ૩૦.૫૭ ટકા વધીને ૧૩.૩૭ લાખ કરોડ રૂપિયા (૧૪૩.૮ અબજ ડૉલર) પર પહોંચી ગઈ હતી. બીજી તરફ બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સમાં તેમની સંપત્તિમાં ૨.૯૫ લાખ કરોડ રૂપિયા (૩૧.૭ અબજ ડૉલર) અથવા ૩૦.૧ ટકાના વધારા સાથે કુલ મૂલ્ય ૧૨.૭૪ લાખ કરોડ રૂપિયા (૧૩૭ અબજ ડૉલર) અંદાજાયું હતું.



CEOના પદ પર પાછા ફરતાં પહેલાં જેન્સન હૂવાંગે બોર્ડ સમક્ષ વધુ અફેર્સની કબૂલાત કરી


રાજીનામું આપ્યાના ૧૧ દિવસ બાદ સોમવારે ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) તરીકે એન્વિડિયામાં પરત ફરેલા જેન્સન હૂવાંગે વાપસી પહેલાં બોર્ડ સમક્ષ વધુ અફેર હોવાની કબૂલાત કરી હતી. અગાઉ તેમના ૩ સંબંધો ચર્ચામાં આવ્યા હતા, જેમાં ચીની જાસૂસી સંસ્થા સાથે જોડાયેલી હોવાની શંકા ધરાવતી બિઝનેસવુમન ઍલિસ હૂવાંગ તથા એન્વિડિયાની જ બે મહિલાઓનો સમાવેશ થતો હતો. અહેવાલ મુજબ રવિવારે બોર્ડ સાથેની લાંબી બેઠકમાં હૂવાંગે અન્ય સંબંધો વિશે પણ ખુલાસો કરીને પસ્તાવો વ્યક્ત કર્યો હતો.સોમવારે ઑફિસ પહોંચેલા હૂવાંગે કર્મચારીઓની માફી માગતાં કહ્યું કે ‘મારાથી ગંભીર ભૂલો થઈ છે, પરંતુ બીજી વખત હું વધુ સારો CEO બનીશ.’


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 03:15 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK