Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Miami Plane Crash: અમેરિકામાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના! એમેઝોન કાર્ગો પ્લેન રનવેથી લપસતાં ભડભડ સળગ્યું!

Miami Plane Crash: અમેરિકામાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના! એમેઝોન કાર્ગો પ્લેન રનવેથી લપસતાં ભડભડ સળગ્યું!

Published : 07 September, 2026 08:27 AM | IST | America
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Miami Plane Crash: પ્લેન એક્સિડન્ટ બાદ પાઇલટ અને કો-પાઇલટ કોકપીટમાંથી બહાર નીકળી શક્યા નહોતા અને તે સિવાયના અન્ય કેટલાક લોકો આસપાસના વેહિકલમાં ભરાઈ ગયા હતા. એક જણ તો વેહિકલની નીચે દબાઈ ગયો હતો.

ક્રેશ બાદ કાર્ગો પ્લેન (તસવીર: પીટીઆઇ)

ક્રેશ બાદ કાર્ગો પ્લેન (તસવીર: પીટીઆઇ)


Miami Plane Crash: અમેરિકામાં પ્લેનક્રેશનો ભયાનક હાદસો થયો છે. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ફ્લોરિડાસ્થિત મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્યુઅર્ટો રિકોના સેન જુઆનથી આવેલું એમેઝોન પ્રાઇમ ઍરનું બોઇંગ ૭૬૭-૩૦૦ કાર્ગો પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. પ્લેનના રનવે પરથી લપસી ગયા બાદ થયેલ વિસ્ફોટમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે સિવાય અન્ય ત્રણેક જણની હાલત ક્રિટિકલ હોવાના અહેવાલ છે. રિપોર્ટ્સ પ્રમાણે અન્ય ૨ લોકોને પણ ઇન્જરી થઈ છે. હાલમાં તમામ ઇન્જર્ડ લોકોને હોસ્પિટલભેગા કરવામાં આવ્યા છે અને ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર પ્લેન એક્સિડન્ટ બાદ પાઇલટ અને કો-પાઇલટ કોકપીટમાંથી બહાર નીકળી શક્યા નહોતા અને તે સિવાયના અન્ય કેટલાક લોકો આસપાસના વેહિકલમાં ભરાઈ ગયા હતા. એક જણ તો વેહિકલની નીચે દબાઈ ગયો હતો.

એરપોર્ટના અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર રવિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ પ્રાઇમ ઍર ફ્લાઇટ ૭૫૯૮ લેન્ડિંગ દરમિયાન એરપોર્ટના ડાયગોનલ રનવે પરથી લપસી ગઈ હતી. લપસી ગયા બાદ ફ્લાઇટ (Miami Plane Crash) રનવેથી ક્યાંય આગળ ઉભેલાં અન્ય વેહિકલ્સ સાથે ભટકાઈ હતી. આ આ ટક્કર એટલી ભીષણ હતી કે પ્લેનમાં ભડાકો થતાં જ આખું પ્લેન સળગી ઊઠ્યું હતું. થોડીવારમાં તો આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. 



એરપોર્ટની બહાર ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા એક ભાઈએ નજરે જોયેલું દૃશ્ય વર્ણવતાં જણાવ્યું કે વિમાન ક્રેશ થયું ત્યારે હું મારા ચાર ફ્રેન્ડ્સ સાથે રોડ પર હતો. અચાનક એરપોર્ટની આસપાસનું આકાશ ધુમાડાથી ભરાઈ ગયું. આમ તો હું દર પાંચમી મિનિટે પ્લેનના ટેકઓફનો અવાજ સાંભળું છું, આ પ્લેનનો પણ મને એવો જ અવાજ આવ્યો. પણ ઘટનાસ્થળે જઈને જોયું તો ખરી હકીકત સમજાઈ”


આ પ્લેનનું સંચાલન એક માલવાહક કંપની (Miami Plane Crash) દ્વારા કરવામાં આવતું હતું. તેનો યુઝ પેસેન્જર્સના  પરિવહન માટે કરવામાં આવી રહ્યો હતો. આ વિમાન ૨૦૧૫ પહેલાં પણ બે દાયકાથી વધુ સમયથી પેસેન્જર સેવામાં હતું. ૩૨ વર્ષ જૂના બોઇંગ પ્લેન અંગે એમેઝોનના પ્રવક્તા કેલી નાંતેલે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "અમારી પ્રાથમિકતા આ દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા લોકોની સુરક્ષા અને મદદ કરવાની છે. સ્થાનિક અધિકારીઓ સાથે મળીને અમે ઝીણામાં ઝીણી વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ"

ભડાકા સાથે વિમાન બળતાં જ મિયામી-ડેડ ફાયર રેસ્ક્યૂના અનેક યુનિટ્સ ઘટનાસ્થળે (Miami Plane Crash) આવી ગયા હતા. પ્લેનની આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. આ બનાવ બાદ એરપોર્ટના તમામ રનવે અને ટેક્સીવે ઇમરજન્સીમાં બંધ કરીને ગ્રાઉન્ડ સ્ટોપ જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે હાલમાં ઍરસર્વિસ ખોડંગાઈ છે. આખરે આ કરુણાંતિકા કઈ રીતે સર્જાઇ તે પાછળના કારણોની તપાસ કરવા માટે અમેરિકી એવિએશન ઓથોરિટી FAA અને NTSBએ કામગીરી હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 08:27 AM IST | America | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK