જે લોકો મૅક્ડોનલ્ડ્સ ફૂડના ચાહક હોય અને અવારનવાર મૅક્ડોનલ્ડ્સ આઉટલેટની મુલાકાત લેતા હોય તેમને અનલિમિટેડ ફ્રી ફૂડ મળે?
બિલ ગેટ્સ અને વૉરન બફેટ પાસે આજીવન અનલિમિટેડ ફ્રી ફૂડ માટેનું ગોલ્ડ કાર્ડ છે
જે લોકો મૅક્ડોનલ્ડ્સ ફૂડના ચાહક હોય અને અવારનવાર મૅક્ડોનલ્ડ્સ આઉટલેટની મુલાકાત લેતા હોય તેમને અનલિમિટેડ ફ્રી ફૂડ મળે? તમને આ વાત કદાચ સપના જેવી લાગતી હશે, પણ બિલ ગેટ્સ અને વૉરન બફેટ જેવા અબજોપતિઓ માટે આ વાસ્તવિકતા છે, કેમ કે તેમની પાસે મૅક્ડોનલ્ડ્સ ગોલ્ડ કાર્ડ છે. પ્રખ્યાત ઇન્વેસ્ટર અને બર્કશાયર હાથવેના ચૅરપર્સન વૉરન બફેટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારી પાસે મૅક્ડોનલ્ડ્સ ગોલ્ડ કાર્ડ છે જેનાથી હું આજીવન ઓમાહા શહેરના મૅક્ડોનલ્ડ્સ આઉટલેટમાં ફ્રી ફૂડ ખાઈ શકું છું. એટલે જ બફેટ-પરિવાર મૅક્ડોનલ્ડ્સ ખાતે ક્રિસમસ ડિનર લે છે. તેમણે કહેલું કે તેમના મિત્ર અને માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ પાસે પણ ગોલ્ડ કાર્ડ છે. જોકે તેમનું કાર્ડ દુનિયાભરનાં મૅક્ડોનલ્ડ્સ આઉટલેટ્સમાં ચાલે છે. આવાં કાર્ડ બહુ ઓછા લોકો પાસે છે. મૅક્ડોનલ્ડ્સના ગોલ્ડ કાર્ડને લઈને હજી સુધી એ રહસ્ય અકબંધ છે કે વિશ્વમાં કેટલા લોકો પાસે આ કાર્ડ છે અને એ મેળવવાના માપદંડ શું છે.