સુખા કેનેડામાં ખાલિસ્તાન ચળવળનો મોટો સમર્થક હતો. ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાનો રાઈટ હેન્ડ હતો.
પ્રતીકાત્મક તસવીર
કેનેડાથી વધુ એક ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટરના મોતના સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, બે ગેંગ વચ્ચેની લડાઈમાં ગેંગસ્ટર સુખા દુનેકેની હત્યા કરવામાં આવી છે. મેનિટોબા પ્રાંતના વિનીપેગમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમની હત્યા કરી હતી. સુખા કેનેડામાં ખાલિસ્તાન ચળવળનો મોટો સમર્થક હતો. ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાનો રાઈટ હેન્ડ હતો.
સુખા દુનાકેનું સાચું નામ સુખદુલ સિંહ હોવાનું કહેવાય છે. તે નકલી દસ્તાવેજો દ્વારા 2017માં પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. સુક્ખાનું મોત પણ ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની જેમ થયું છે.
નિજ્જરને પણ સરેમાં 15 ગોળીઓથી ઠાર કરવામાં આવ્યો હતો. ગેંગસ્ટર સુખા ખાલિસ્તાની આતંકવાદી-ગેંગસ્ટર અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લાનો જમણો હાથ માનવામાં આવતો હતો.
ADVERTISEMENT
તે કેનેડામાં બેસીને ભારતમાં તેના સાગરિતો પાસેથી ખંડણી વસૂલતો હતો. તે ફરીદકોટ જેલમાં પણ સારો એવો સમસય રહ્યો હતો અને જામીન પર બહાર આવ્યો ત્યારે એ વિદેશ ભાગી ગયો હતો. વળી નંગલ અંબિયા હત્યાકાંડમાં પણ તેનું નામ ઉછળ્યું હતું અને તેણે હથિયારો અને શૂટર્સ પહોંચાડ્યા હોવાનો તેની પર આરોપ હતો. સુખા દુન્નાકેનો દુકરો ગુરનૈબ સિંહ પંજાબમાં મોગાના દુન્નાકે કલાન ગામમાં રહે છે. બંબીહા ગેંગ સાથે સંકળાયેલા સુખાએ કેનેડાથી ભારતમાં પોતાનું નેટવર્ક વિકસાવ્યું અને શસ્ત્રોનું સ્મગલિંગ અને ખંડણી ઉઘરાવાના કામ તે કરતો હતો. કેનેડા ભાગી ગયા બાદ તેની સામે ચાર હત્યાના ગુના નોંધાયા હતા પણ આ સહિત અગિયાર વધુ કેસ નોંધવામાં આવ્યા હતા. તેની સામે નોંધાયેલા કેસિઝની સંખ્યા 18 થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દુન્નાકે દવિન્દર બંબીહા ગેંગનો સહયોગી હતો અને તે મુખ્યત્વે માલવા જિલ્લામાં કામ કરતો હતો. તે પોલીસની મદદ લઈને ખોટા દસ્તાવેજોને આધારે કેનેડા ભાગી ગયો હોવાની ચર્ચા છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હાલમાં તંગ બન્યા છે અને તેને કારણે આ સંજોગોમાં બંન્ને સરકારો શું પ્રતિભાવ આપે છે તે બહુ અનિવાર્ય બની રહેશે. જસ્ટિ ટ્રૂડોએ ભારત પ્રવાસ દરમિયાન અમુક સવલતો અને સેવાઓ લેવાની ના પાડી હતી તેની પણ ચર્ચા ઘણી ચાલી છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કોઇપણ પુરાવા વિના એવો આરોપ લગાવ્યો છે કે તેમની હત્યાનું કનેક્શન ભારત સાથે છે.


