ક્વીન્સલૅન્ડ પોલીસનું કહેવું છે કે ખાલિસ્તાની સપોર્ટર્સનું ટોળું ઇન્ડિયન કૉન્સ્યુલેટની ઑફિસની બહાર ઊમટી પડ્યું હતું.

ખાલિસ્તાની સપોર્ટર્સ ફાઇલ તસવીર
બ્રિસબેનઃ ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝે ઑસ્ટ્રેલિયામાં ભારતવિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવાની ખાતરી આપ્યાને થોડાક દિવસ બાદ જ ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં ખાલિસ્તાની સપોર્ટર્સે ઇન્ડિયન કૉન્સ્યુલેટની ઑફિસને ગઈ કાલે બળપૂર્વક બંધ કરાવી હતી. અહીં મોટી સંખ્યામાં ખાલિસ્તાની સપોર્ટર્સ એકત્ર થયા હતા અને તેમણે ઇન્ડિયન કૉન્સ્યુલેટના એન્ટ્રી-ગેટને બ્લૉક કરી દીધો હતો.
ઑસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ અનુસાર હિન્દુઓની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ક્વીન્સલૅન્ડ પોલીસનું કહેવું છે કે ખાલિસ્તાની સપોર્ટર્સનું ટોળું ઇન્ડિયન કૉન્સ્યુલેટની ઑફિસની બહાર ઊમટી પડ્યું હતું. એ લોકો કોઈને પણ આ ઑફિસની અંદર જવા દેતા નહોતા. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે પોલીસ આ બધા વચ્ચે મૂકપ્રેક્ષક બનીને ઊભી રહી ગઈ હતી અને કોઈ પણ પ્રકારનાં પગલાં નહોતાં લીધાં. નોંધપાત્ર છે કે ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકો હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરી રહ્યા છે.