એ ઇઝરાયલની આયર્ન ડોમ અને ઍરો જેવી અદ્યતન મિસાઇલ સંરક્ષણ-પ્રણાલીઓમાંથી પસાર થવા માટે રચાયેલી છે.
પ્રતીકાત્મક તસવીર
ઈરાની સેનાએ બુધવારે જણાવ્યું હતું કે તેમણે ઇઝરાયલ સામેના હુમલામાં ફતહ-1 હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. ૧૪૦૦ કિલોમીટરની રેન્જ ધરાવતી આ હાઈ-સ્પીડ મિસાઇલને અટકાવવી મુશ્કેલ છે. આ સંદર્ભમાં એક રિસર્ચરે જણાવ્યું હતું કે આ મિસાઇલમાં અવરોધ ટાળવા માટે ઉડાન દરમ્યાન એની દિશા બદલવાની ક્ષમતા છે. એ ઇઝરાયલની આયર્ન ડોમ અને ઍરો જેવી અદ્યતન મિસાઇલ સંરક્ષણ-પ્રણાલીઓમાંથી પસાર થવા માટે રચાયેલી છે.
૨૦૨૩માં આ મિસાઇલ તૈયાર કરવામાં આવી હતી અને ઈરાનના સર્વોચ્ચ નેતાએ એને નામ આપ્યું હતું.

