ફોટોગ્રાફ્સમાં તેના ચહેરા, હાથ અને પગ પર ઈજાઓ સાથે ભારે લોહી વહેતું જોવા મળે છે. ઘણા લોકોએ આ હુમલાને હિંસક અને જાતિવાદી ગણાવ્યો હતો.
૪૦ વર્ષના એક ભારતીય નાગરિક પર હિંસક હુમલો કર્યો
આયરલૅન્ડના ડબ્લિન શહેરમાં શનિવારે સાંજે ૬ વાગ્યે હુમલાખોરોના એક જૂથે ૪૦ વર્ષના એક ભારતીય નાગરિક પર હિંસક હુમલો કર્યો હતો અને તેના શરીર પરનાં વસ્ત્રો ઉતારીને તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. ફોટોગ્રાફ્સમાં તેના ચહેરા, હાથ અને પગ પર ઈજાઓ સાથે ભારે લોહી વહેતું જોવા મળે છે. ઘણા લોકોએ આ હુમલાને હિંસક અને જાતિવાદી ગણાવ્યો હતો.
આયરલૅન્ડમાં ભારતના રાજદૂત અખિલેશ મિશ્રાએ આ ઘટના પર પ્રશ્ન ઉઠાવીને એની નિંદા કરતાં કહ્યું હતું કે ‘કથિત હુમલો આટલી ભયાનક ઈજા અને રક્તસ્રાવ કેવી રીતે લાવી શકે છે? તે ફક્ત ૩ અઠવાડિયાં પહેલાં જ અહીં આવ્યો હતો. તે હાલમાં કોઈને મળતો નથી. ભારતીય લોકો વર્ક પરમિટ પર અહીં આવે છે અને હેલ્થક્ષેત્રે અથવા ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી વગેરેમાં અભ્યાસ કરવા અને કામ કરવા માટે આવે છે અને મહત્ત્વપૂર્ણ કુશળતા પ્રદાન કરે છે.’


