અઠવાડિયે એક જ વાર સેક્સ માણતાં કપલ્સ સૌથી હૅપી

એમાં કહેવાયું છે કે જે કપલ અઠવાડિયે એક વાર સેક્સ માણે છે એ અત્યંત ખુશ હોય છે. કૅનેડાના ઑન્ટારિયોમાં આવેલી એમી મ્યુઝ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલું આ રિસર્ચ કહે છે કે ગાઢ સંબંધ જાળવી રાખવા માટે અંગત સંપર્ક જરૂરી છે, પરંતુ એનો અર્થ એવો નથી કે દંપતીએ રોજેરોજ સેક્સ માણવું જોઈએ. અત્યાર સુધી નિષ્ણાતો અને ઈવન કેટલીયે સેલ્ફ-હેલ્પની બુક્સમાં પણ એવું કહેવાતું આવ્યું છે કે જેમ સેક્સ વધારે એમ આનંદનું પ્રમાણ પણ વધારે.
ચાર દાયકામાં ત્રીસ હજારથી પણ વધુ અમેરિકન સ્ત્રી-પુરુષોનો અભ્યાસ કરીને આ તારણ કાઢવામાં આવ્યું છે. આ સ્ટડીમાંથી પહેલી જ વાર એવું બહાર આવ્યું છે કે અઠવાડિયે એક જ વખત સેક્સ માણનારાં કપલો વધુ સંખ્યામાં સેક્સ માણતાં કપલો કરતાં વધુ આનંદમાં હોય છે. આ સ્ટડીનાં તારણો સોશ્યલ સાઇકોલૉજિકલ ઍન્ડ પર્સનાલિટી સાયન્સ નામની સાયન્ટિફિક જર્નલમાં પ્રગટ થયાં છે. આ સ્ટડી ખાસ કરીને અન્ય પાત્ર સાથે રોમૅન્ટિક સંબંધોમાં બંધાયેલા લોકો પર કેન્દ્રિત થયેલો છે. મતલબ કે સિંગલ લોકોને આ સ્ટડીમાં સામેલ કરવામાં આવ્યા નથી. સંશોધનકર્તાઓના મતે એનું કારણ એ છે કે સિંગલ લોકોમાં આનંદ અને સેક્સ વચ્ચેનો સંબંધ એ સંબંધ તથા સંબંધની બહારનાં સેક્સ જેવાં અનેક પરિબળો પર અવલંબે છે. એટલા માટે જ આ સર્વેક્ષણમાં સામેલ મોટા ભાગના લોકો વિજાતીય પરિણીત પાત્રો જ હતાં.
અન્ય એક માન્યતા પ્રવર્તે છે કે પુરુષોને વધુ સેક્સ જોઈએ છે, જ્યારે વૃદ્ધોમાં સેક્સનું પ્રમાણ ઓછું હોય છે. આ સર્વેમાં સામેલ લોકોની જાતિ, વય કે તેમના સંબંધની લંબાઈ વગેરેને લઈને કોઈ જ તફાવત જોવા મળ્યો નહોતો. એમનાં તારણોમાં સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, અમુક વર્ષોથી પરણેલા હોય કે અમુક દાયકાઓથી; પરંતુ તેમની સેક્સની જરૂરિયાતો અને આનંદ વગેરેમાં કોઈ જ તફાવત જોવા મળ્યો નહોતો.
જોકે આ સ્ટડીનો અર્થ એવો જરાય નથી કે સ્ત્રી-પુરુષે આનંદની ચરમસીમાએ પહોંચવા માટે તેમના અઠવાડિક સેક્સ્યુઅલ ઇન્ટરર્કોસની સંખ્યામાં વધારો કે ઘટાડો કરવો જોઈએ, બલ્કે તેમણે પોતાની જરૂરિયાત વિશે એકબીજા સાથે વાત કરવી જોઈએ અને શક્ય એટલી વધુ સંખ્યામાં સેક્સ માણવાનું પ્રેશર લાવવાને બદલે પોતાની આવશ્યકતાને સમજવી જોઈએ.
