Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લુફ્થાન્સા આઇટી ફેલ્યરને કારણે દુનિયાભરમાં હજારો પૅસેન્જર્સ અટવાયા

લુફ્થાન્સા આઇટી ફેલ્યરને કારણે દુનિયાભરમાં હજારો પૅસેન્જર્સ અટવાયા

16 February, 2023 11:09 AM IST | Frankfurt
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૅસેન્જર્સે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે સિસ્ટમમાં ખામી આવવાને કારણે કંપનીએ પેન અને પેપરથી પ્લેનના બોર્ડિંગની વ્યવસ્થા કરવી પડી હતી અને કંપની પૅસેન્જર્સના લગેજની ડિજિટલી પ્રોસેસ નહોતી કરી શકતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


ફ્રૅન્કફર્ટ (રૉયટર્સ) : સમગ્ર લુફ્થાંસા ગ્રુપની આઇટી સિસ્ટમ ફેલ થવાને કારણે ગઈ કાલે હજારો પૅસેન્જર્સ અટવાયા હતા. આ જર્મન ઍરલાઇને જણાવ્યું હતું કે ફ્રૅન્કફર્ટમાં રેલવે સ્ટેશન ખાતે અન્ડર ગ્રાઉન્ડ એન્જિનિયરિંગ કામગીરીને કારણે અનેક ફાઇબર ઑપ્ટિક કેબલ્સ કપાઈ જવાને કારણે આ સમસ્યા સરજાઈ હતી. 

જર્મનીનાં અનેક ઍરપોર્ટ્સના ફોટોગ્રાફ્સ અને વિડિયોસમાં ચેક-ઇન માટે રાહ જોતા હજારો પૅસેન્જર્સ જોવા મળ્યા હતા. પૅસેન્જર્સે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે સિસ્ટમમાં ખામી આવવાને કારણે કંપનીએ પેન અને પેપરથી પ્લેનના બોર્ડિંગની વ્યવસ્થા કરવી પડી હતી અને કંપની પૅસેન્જર્સના લગેજની ડિજિટલી પ્રોસેસ નહોતી કરી શકતી. એક ટ્વીટમાં લુફ્થાંસાએ કહ્યું હતું કે ‘ફ્રૅન્કફર્ટ પ્રદેશમાં બાંધકામને કારણે ગઈ કાલે સવારે લુફ્થાંસા ગ્રુપમાં આઇટી આઉટેજને કારણે ઍરલાઇન્સને અસર થઈ છે.’ ફ્રૅન્કફર્ટ ઍરપોર્ટની વેબસાઇટ અનુસાર અહીં ૧૨૦ ફ્લાઇટ્સને કૅન્સલ કરવામાં આવી હતી. 



ન્યુઝ એજન્સી બ્લૂમબર્ગ ન્યુઝે જણાવ્યું હતું કે લુફ્થાંસાએ એનાં તમામ પ્લેનને જમીન પર ઉતારી દીધાં હતાં. જોકે આ કંપનીએ અન્ય ન્યુઝ એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે આ બાબતને એ કન્ફર્મ નહીં કરી શકે. નોંધપાત્ર છે કે જર્મનીનાં સાત ઍરપોર્ટ્સ પર હડતાળ થવાની છે એના બે દિવસ પહેલાં જ આઇટી સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી. આ હડતાળને કારણે હવાઈસેવાને અસર થવાની શક્યતા છે.  


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 11:09 AM IST | Frankfurt | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK