આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ, સંગીત, ફૂડ અને કમ્યુનિટી ઍક્ટિવિટીઝને એકસાથે લાવશે અને પછી નદીકિનારે સાંજે આરતી સાથે કાર્યક્રમનું સમાપન થશે
AI ઇમેજ
વારાણસી, હરિદ્વાર અને હૃષીકેશના ઘાટો પર જેવી રીતે કરવામાં આવે છે એવી જ રીતે પરંપરાગત અને ભવ્ય ગંગા આરતી આ વર્ષે ૧૩ સપ્ટેમ્બરે લંડનની થેમ્સ નદીના કિનારે યોજાશે. આ કાર્યક્રમ ગ્રીનવિચની ઓલ્ડ રૉયલ નેવલ કૉલેજ ખાતે યોજાશે. આ દિવસ રવિવાર, ભાદરવા સુદ બીજ છે અને વરાહ જયંતીનો તહેવાર છે. સાંજે ૪ વાગ્યાથી વિવિધ કાર્યક્રમ શરૂ થશે અને ૭.૧૫ વાગ્યે આરતી કરવામાં આવશે.
આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ, સંગીત, ફૂડ અને કમ્યુનિટી ઍક્ટિવિટીઝને એકસાથે લાવશે અને પછી નદીકિનારે સાંજે આરતી સાથે કાર્યક્રમનું સમાપન થશે. આ બે નદીઓએ સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને પેઢીઓને આકાર આપ્યો હોવાથી આયોજકો એને ગંગા અને થેમ્સના પ્રતીકાત્મક મિલન તરીકે વર્ણવે છે.
ADVERTISEMENT
આ કાર્યક્રમનું આયોજન ચિન્મય મિશન (યુનાઇટેડ કિંગડમ) દ્વારા ટોટલી થેમ્સના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ કોઈ પણ ધર્મ કે પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના દરેક માટે ખુલ્લો છે અને એન્ટ્રી ફ્રી છે.
આયોજકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાર્યક્રમ પર્યાવરણીય રીતે જવાબદાર પ્રથાઓનું પાલન કરશે. ઉપસ્થિ લોકોને થેમ્સમાં ફૂલો, મૂર્તિઓ અથવા અન્ય ઔપચારિક વસ્તુઓ નાખવાની પરવાનગી અપાય.
