Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયામાં મોબાઇલ ફોનનાં કૉન્ટ્રૅક્ટ્સ મોંઘા ભાવે વેચનારી કંપનીને 2.87 અબજનો દંડ

ઑસ્ટ્રેલિયામાં મોબાઇલ ફોનનાં કૉન્ટ્રૅક્ટ્સ મોંઘા ભાવે વેચનારી કંપનીને 2.87 અબજનો દંડ

14 May, 2021 02:04 PM IST | Canberra
Agency

મોબાઇલ કૉન્ટ્રૅક્ટ્સ વેચવા બદલ સ્થાનિક સૌથી મોટી ટેલિકમ્યુનિકેશન્સ કંપની ટેલેસ્ટ્રા પાસેથી પાંચ કરોડ ઑસ્ટ્રેલિયન ડૉલર (લગભગ ૨.૮૭ અબજ રૂપિયા)નો દંડ વસૂલ કરવાનો આદેશ ફેડરલ કોર્ટના જજે આપ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઑસ્ટ્રેલિયાની સરકારે એના અંતરિયાળ ભાગોનાં ગામડાંના લોકોને ન સમજાય અને ન પરવડે એવા મોબાઇલ કૉન્ટ્રૅક્ટ્સ વેચવા બદલ સ્થાનિક સૌથી મોટી ટેલિકમ્યુનિકેશન્સ કંપની ટેલેસ્ટ્રા પાસેથી પાંચ કરોડ ઑસ્ટ્રેલિયન ડૉલર (લગભગ ૨.૮૭ અબજ રૂપિયા)નો દંડ વસૂલ કરવાનો આદેશ ફેડરલ કોર્ટના જજે આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ગ્રાહક કાયદા હેઠળ વસૂલ કરવામાં આવેલી દંડની રકમોમાં આ રકમ બીજા ક્રમે આવે છે.  ટેલેસ્ટ્રા કંપનીએ વેચેલા મોબાઇલ ફોન કૉન્ટ્રૅક્ટ્સને કારણે એક ગ્રાહક પર ૭,૪૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે ૪.૧૯ લાખ રૂપિયા) અને બીજા એક ગ્રાહક પર ૧૯,૦૦૦ ડૉલર (૧૦.૮૧ લાખ રૂપિયા)નો બોજ પડ્યો હતો. અદાલતના આદેશને પગલે ટેલેસ્ટ્રા કંપનીએ એવા ગ્રાહકોનાં દેવાં માફ કરીને ભરેલી રકમો પાછી આપી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2021 02:04 PM IST | Canberra | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK