થ્રેડ્સ નામની આ ઍપ ઍપલના ઍપ સ્ટોર પર દેખાઈ છે જે ગુરુવારે લૉન્ચ થશે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઇલૉન મસ્કના માલિકીના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટરને ટક્કર આપવા માટે ફેસબુકની માલિકી ધરાવતી મેટા કંપની એક નવી ઍપ લાવી છે. થ્રેડ્સ નામની આ ઍપ ઍપલના ઍપ સ્ટોર પર દેખાઈ છે જે ગુરુવારે લૉન્ચ થશે. આ એક ટેક્સ્ટ પર આધારિત ઍપ્લિકેશન છે જેને ઇન્સ્ટાગ્રામ સાથે લિન્ક કરવામાં આવી છે. આ ઍપ ટ્વિટર જેવો માઇક્રોબ્લૉગિંગ અનુભવ આપશે. થ્રેડ્સ ઍપ પર લોકો વિવિધ વિષયો પર ટ્વીટ, રીટ્વીટ, લાઇક, શૅર અને કમેન્ટ કરી શકશે. ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરનાર પોતાના એ યુઝર નેમનો ઉપયોગ આ ઍપ પર કરી શકશે.
આમ આ ઍપ ગયા વર્ષે ૪૪ બિલ્યન ડૉલરમાં ટ્વિટર ઍપ ખરીદનાર મસ્કને ટક્કર આપશે. મસ્કે જ્યારે આ ટ્વિટરની માલિકી પોતાના કબજામાં લીધી છે ત્યારથી એના પર જાહેરાત આપનારાઓ મૂંઝવણમાં છે તેમ જ ઘણા લોકો આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરના પોતાના અકાઉન્ટને બંધ કરી રહ્યા છે, કારણ કે ટ્વિટર પર બ્લુ ટિક માટે હવે રૂપિયાની ચુકવણી કરવી પડે છે.


